Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાંથી પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીનો 98 હજારનો જથ્થો પકડાયો

Webdunia
મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (14:04 IST)
અમદાવાદમાં સરદારનગર નિકોલ અને વટવામાંથી પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીનો રૃા. ૯૮ હજારનો જથ્થો પોલીસે પકડી પાડયો છે. પોલીસે દહેગમથી બોલેરો કારમાં ચાઇનીઝ દોરી લઇ આવતા શખ્સને પકડીને  ચાઇનીઝ  દોરીના ગેરકાયદે વેચાણનો પર્દાફાસ કર્યો છે. અમદાવાદમાં શહેરમાં રાયપુર, દિલ્હી  દરવાજા કાલુપુર સહિતના વિસ્તારોમાં  પોલીસની રહેમ નજર હેઠળ ચોરી છૂપીથી આવી પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પાકા સિન્થેટીક ચાઇનીઝ નાયલોન મટીરીયલ્સથી તૈયાર કરવામાં આવતી દોરીથી પતંગ ઉડાડવામાં આવતા હોવાથી  આવી ચાઇનીઝ દોરીના કારણે વાહન ચાલકોને ગળા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતી હોય છે એટલું જ નહી કેટલાક કિસ્સામાં અવસાન થતું હોય છે. તેમજ પક્ષીઓ પણ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે,  જેને લઇને શહેર પોલીસ કમિશનરે આવી દોરીના  વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. 
એસઓજી  ક્રાઇમ બ્રાંચના એસીપી, બી.સી.સોલંકીના જણાવ્યા  મુંજબ અમદાવાદમાં ગેર કાયદે વેચાતી ચાઇનીઝ દોરી અંગે બાતમી મળી હતી કે જેને લઇને એસપી રિંગ રોડ પર  દસ્તાન ફાર્મ સર્કલ પરથી બોલેરો  કાર પકડી હતી કારમાં તપાસ કરતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૩૦૦ નંગ રીલ રૃા. ૬૬,૦૦૦નો દોરીનો જથ્થો કબજે કર્યો  હતો અને કાર સાથે પકડાયેલા દહેગામ તાલુકાના સાપા ગામના સુરેશ પોપટજી ઠાકોરની ધરપકડ કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે સરદારનગ વિસ્તારમાંથી પણ ચાઇનીઝ દોરીના ૧૨૦ નંગ રેલ રૃા. ૨૬,૪૦૦ના કબજે કર્યા હતા અને છારનગર ફ્રી કોલાની ખાતે રહેતા ભદ્રેશ  ઉર્ફે  કાનુંડો કિરણભાઇ ગારંગેની ધરપકડ કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત વટવા પોલીસે પણ વટવા અલફલા સોસાયટી સામે ગલીમા જાહેરમાં ચાઇનીઝ દોરી વેચતા પરેશ ચાવલા અને લાલચંદ દેવનાનીની પાસેથી રૃા. ૩૬ હજારની કિંમતના ચાઇનીઝ દોરીના ૨૪૦ ટેલર કબજે કર્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Snowfall Places: 15 થી 30 જાન્યુઆરી વચ્ચે તમે બરફ જોવા માટે ક્યાં જઈ શકો છો તે જાણો

સૈફ અલી ખાન પર ચાકુથી જીવલેણ હુમલો કેમ થયો? અંદરની વાત બહાર આવી

Saif Ali Khan- અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

Sudip Pandey Death: જાણીતાં ભોજપુરી અભિનેતા સુદીપ પાંડેનું નિધન, આ છે તેમના મોતનું કારણ

ગુજરાતી જોક્સ -

વધુ જુઓ..

નવીનતમ

પૌઆ અને સોજી સાથે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, જાણો તેને બનાવવાની સરળ રીત

શહેરી ઉંદર અને ગામડાના ઉંદરની વાર્તા

શિયાળામાં દોડવાથી મળે છે આ ફાયદા

Face Pack For Dark Skin: આ ફેસ પેક ચહેરાની Darkness ઘટાડશે, જાણો ઘરે જ બનાવવાની આસાન રીત

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments