Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશની સૌથી મોટી કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રીલ ગુજરાતમાં યોજાશે

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (15:43 IST)
છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન દ્વારા દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં  કેમિકલ પ્લાન્ટ ધરાવતા વિવિધ જીલ્લામાં કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રીલ નું આયોજન સૌપ્રથમવાર ગુજરાત ખાતે કરવામાં આવી રહ્યું છે. ઘણા કેમિકલ અત્યંત જ્વલનશીલ હોય છે. અને નાની અમથી ગફલત મોટી હાનિ સર્જી શકે તેમહોય છે. તો આ અંગે જાગૃતિ કેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જુદાજુદા 6 જીલ્લામાં કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં GSDMA અને NDMAના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 9 કલાકે 6 જિલ્લાઓમાં કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલનું આયોજનકરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, વાપી, ભરૂચ, જામનગર,અંકલેશ્વર અને વલસાડ ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં સૌપ્રથમવાર આ રીતની કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં કેમિકલ બ્લાસ્ટ થાય તો કેવી રીતે બચી શકાય, સાવચેતીના પગલાં શું ભરી શકાય વિગેરે ની સમજણ આપવામાં આવશે. આ કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલ માં NDRF, ફાયર, આર્મી, એરફોર્સ  જેવા તમામ વિભાગોનો સ્પોર્ટ લેવામાં આવશે. સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમ પણ કાર્યરત રહેશે. અમદાવાદમાં ઓઢવ, નરોડા, સાણંદ જેવા જીઆઇડીસી વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. તો સુરતમાં હજીરામાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments