Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડીપીએસ બોપલની પ્રાચી જિંદાલએ 99.8% સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2020 (12:36 IST)
અમદાવાદમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલ-બોપલના વિદ્યાર્થીઓએ એઆઇએસએસઈની પરીક્ષાને ખૂબ જ સારા અંકોની સાથે પાસ કરતાં તેમણે પોતાની યોગ્યતા ફરીથી સાબિત કરી દીધી! કોવિડ-19 રોગચાળાના પડકારજનક સમયમાં સાહસ, મક્કમ નિર્ધાર અને ખંતથી આગળ વધી આ યુવાન વિદ્યાર્થીઓ તેમના લક્ષ્ય પર કેન્દ્રીત રહ્યાં હતાં અને તેના બદલમાં તેમને ઝળહળતી સફળતા હાંસલ થઈ હતી.
 
પ્રાચી જિંદાલે 499/500 માર્ક્સની સાથે વિક્રમજનક 99.8% મેળવ્યાં છે અને તે સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યની ટૉપર બની ગઈ છે.
 
પોતાના શૈક્ષણિક ઉત્સાહ મારફતે પોતાના માટે એક અલાયદું સ્થાન હાંસલ કરનારા 90 વિદ્યાર્થીએ 95% અને તેનાથી વધારાનો સ્કોર કર્યો છે. દ્રઢ નિશ્ચયનું વળતર અવશ્ય મળે છે તેને ફરી વખત સાબિત કરી 212 વિદ્યાર્થીએ 90%થી વધુનો સ્કોર હાંસલ કર્યો છે. 444 વિદ્યાર્થીમાંથી 396 વિદ્યાર્થીએ ડિસ્ટિન્કશન મેળવતાં જ્યારે 99.78% વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ડિવિઝન અને તેનાથી વધુ મેળવતાં શાળાની સરેરાશ 87.31% રહી હતી. 69 વિદ્યાર્થીએ ગણિત, આઇટી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ફ્રેન્ચ, સંસ્કૃત અને હિંદીમાં 100માંથી 100 માર્ક મેળવ્યાં છે. સૌથી વધુ 39 જેટલા વિદ્યાર્થીએ ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવી એ સાબિત કરી આપ્યું છે કે, સાવચેતીભર્યા આયોજન અને ખંતપૂર્વક પ્રયાસરત રહેવાથી કોઇપણ લક્ષ્યને હાંસલ કરી શકાય છે.
 
પ્રાચી જિંદાલ (99.80%), પ્રીતિ મિશ્રા અને સરિન પટેલ (98.80%) તથા કુશલ શાહ, યશ મહેતા અને સંગિની ગાંધી (98.60%)એ શાળામાં ટોચના 3 ક્રમ મેળવ્યાં છે. આ અસાધારણ સફળતા પર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રિન્સિપાલ સુરેન્દર પાલ સચદેવાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આ પડકારજનક સમયમાં તેમના શિક્ષણ અને આકરી મહેનત પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યાં હતાં તથા તેઓ ડીપીએસ-બોપલની શિક્ષણકળા અને તાલીમની સાક્ષી પૂરી રહ્યાં છે.
 
હાલમાં વિદ્યાર્થીઓ ઘરની સુરક્ષામાં ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હોવાથી સોશિયલ મીડિયા પર તેમની આ અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના આનંદની મુક્ત અભિવ્યક્તિ જોઈ શકાતી હતી. તમામ પ્લેટફૉર્મ પર તેમની સિદ્ધીને બિરદાવતા અભિનંદનના મેસેજોનું જાણે ઘોડાપૂર આવી ગયું છે. પોતાના બાળકોના જીવનનો પ્રથમ પડકાર સફળતાપૂર્વક પાર પડતાં વાલીઓ અને શિક્ષકો વર્ચ્યુઅલ ઉજવણીમાં જોડાયાં હતાં

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments