Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા રૂ. ૨૨૫ કરોડના બ્રિજનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થશે

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (14:40 IST)
Built near Malsar on Narmada River Rs. The 225 crore bridge will be inaugurated by Prime Minister Shri Narendrabhai Modi
વડોદરા જિલ્લાને ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડવા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર ૧૩૧૨ કિ. મિ. લાંબી નર્મદા નદી પર ૫૬મો બ્રિજ બન્યો
 
વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે, જંગલની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે
 
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. ૨૭ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે. આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે ૨૦ કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે. પૂલ બનવાથી બીજો મોટો લાભ એ થશે કે કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે.
 
એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં સાગરને મળતા મા નર્મદાના ૧૩૧૨ કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ ૫૫ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ માલસર પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પૂલ ૧૩૧૨ કિલોમિટર લાંબી આ નદી ઉપર બાંધવામાં આવેલો ૫૬મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે. સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરવાથી આ બાબતનો સારી રીતે ખ્યાલ આવી શકે છે.
 
સ્વેર ટાઇપ આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બ્રિજ માટે ૧૬ પિલ્લર બનાવવામાં આવ્યા છે. બીજી એક રસપ્રદ વાત તો એ છે કે રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી બનેલા આ પૂલ માટે કૂલ ૧૨ હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ વાપરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, બ્રિજ બનાવવા માટે ૨૦ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી સામગ્રીથી તો ત્રણ બેડરૂમ હોલ કિચનની સુવિધાવાળા અને ૭ માળના ૧૫થી વધુ એપાર્ટમેન્ટ બની શકે ! એના ઉપરથી બ્રિજની કામગીરીનો ખ્યાલ આવી શકે છે.
 
કૂલ ૩.૫ કિલોમિટરની લંબાઇ અને ૧૬ મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો ૯૦૦ મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે.  બાકી અશા તરફ ૬૦૦ મિટર અને માલસર સાઇડ ૨ કિલોમિટરનો ભાગ છે. બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments