Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોકરી જતા બે સગાભાઈઓના BRTS બસની અડફેટે મોત સ્થાનિકોએ બસ પર પથ્થરમારો કર્યો

Webdunia
ગુરુવાર, 21 નવેમ્બર 2019 (12:27 IST)
ગુજરાતમાં એક બાજુ ટ્રાફિક દંડ માટે જાણે પોલીસને ટાર્ગેટ આપી દીધો હોય તેમ પોલીસ લોકો સાથે હેલ્મેટના નામે તોતિંગ દંડ વસૂલી રહી છે. તો બીજી બાજુ અકસ્માતો થતાં એજ હેલ્મેટ ચર્ચાનો વિષય બન્યું છે. આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. નોકરી જતા બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો.

જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી રોડ પર પડી રહ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વિલંબ કર્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અકસ્માત બંને ભાઈઓના મોબાઈલ સ્ક્રિન લોક હતા જેના પગલે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં હાજર લોકોને મુશ્કેલી પડી હતી. ગુજરાત યુનિવર્સિટી સાઈડથી આવી રહેલા બે સગા ભાઈ નયનભાઈ રામ અને જયેશભાઈ રામનું પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાના સાક્ષીઓને જણાવ્યા અનુસાર, બંને ભાઈઓ આઇઆઇએમ રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં જોબ કરતા હતા. બંને આઇઆઇએમ સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસે બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 25થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા બસને સળગાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. ઘનાટને પગલે અકસ્માત સર્જનાર બીઆરટીએસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ ફરાર થઇ ગયો હતો. જમ્પ મારીને નાસી છૂટ્યો હતો. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ બાઈક ચલાવનારનું થયું હતું ત્યારબાદ પાછળ બેસેલા વ્યક્તિને 20 મિનિટ સુધી 108 દ્વારા લાઈફ સેવિંગ ટ્રિટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને તેનું પણ મોત નીપજ્યું હતું.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments