Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કપરાકાળમાં રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (08:33 IST)
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરનારા ત્રણ શખ્શોની ધરપકડ કરી લીધી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ખોડીયારનગર ચાર રસ્તા પાસેથી પ્રિન્ટીંગની દુકાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હાલ 24 ઇન્જેક્શનનો જથ્થો હાલ કબજે કરવામાં આવ્યો છે.
 
કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમે મિલન સવસવિયા, દેવળ કસવાલાં તથા હાર્દિક વસાણીની ધરપકડક કરી લીધી છે. આ ત્રણેય શખ્શોએ ભેગા મળીને ઇન્જેક્શનની કાળા બજારી શરૂ કરી હતી. પરંતુ આખરે તેમને જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પોલીસે બાતમીના આધારે એક બાદ એક 3 આરોપીની ધરપકડ કરી અને 24 રિમડેસિવિર ઈન્જેકશન કબ્જે કર્યા હતા. 
 
ઝાયડસ બાયોટેક કંપનીમાં કામ કરતો મિલન સવસવિયાએ પોતાના પ્લાન્ટમાં બનતા રેમડેસીવર ઇન્જેક્શન પેકેજીંગ પહેલા ચોરી કરી લેતો હતો.તે ઈન્જેક્શન પર લેબલ અને કંપનીનુ સ્ટિકર લાગે તે પહેલા તે ઈન્જેક્શનની ચોરી કરતો અને બાદમાં થોડો થોડો જથ્થો પોતાના સાગરીત હાર્દિક સવાણી કે જે પ્રિન્ટીંગનો વ્યવસાય કરે છે તેની દુકાનમાં રાખતો હતો. 
 
આરોપી મિલન બે થી અઢી વર્ષથી ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો ..જેથી બસ આજ વાત નો ફાયદો ઉઠાવીને મિલન સવસવિયા આંતર દિવસે ઇન્જેક્શનનો જથ્થો પ્લાન્ટ માંથી બહાર લાવતો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી છે. 
 
છેલ્લા ૧૫ દિવસમાં ત્રણેય આરોપીઓએ આશરે  100 જેટલા રેમડેસીવર ઇન્જેક્શનની ચોરી કરી હતી. અને તેમાથી 75 જેટલા ઈન્જેક્સનની કાળા બજારી કરી ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. ઉલેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના સમયે આવા કાળા બજારી કરનારોને રાતોરાત પૈસાદાર બની જવાના સપનાઓના લીધે આવા ગુના આચરતા હોય છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments