Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજેપી અધયક્ષ અમિત શાહ બન્યા દાદા, પુત્ર જયના ઘરે આવી નન્હી પરી...

બીજેપી અધયક્ષ અમિત શાહ
Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2017 (11:06 IST)
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દાદા બની ગયા છે. શાહના પુત્ર જય શાહના ઘરે મંગળવારે મતલબ 11  એપ્રિલના રોજ પુત્રી અવતરી છે. જયની પત્ની હાલ અમદાવાદના જાયડ્સ હોસ્પિટલમાં દાખલ છે. 
 
હનુમાન જયંતીના દિવસે અમિત શાહના ઘરે નાનકડી પરીને જોવા માટે દાદા બનેલ અમિત શાહ મંગળવારે જ અમદાવાદ પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે અમિત શાહની પાંચ બહેનો છે અને શાહ પાંચ બહેનોમાંથી સૌથી નાના છે. 

હનુમાન જયંતીના દિવસે પુત્રીનો જન્મ - અમિત શાહનો જન્મ પૂનમના દિવસે થયો હતો. તેથી તેમને ઘરમાં પૂનમ નામથી બોલાવવામાં આવે છે. આવામાં હનુમાન જયંતીના દિવસે પુત્રીનો જન્મને સારા નસીબનુ પ્રતિક માનવામાં આવી રહ્યુ છે. 
 
અમિત શાહના પુત્રવધુ રિશીતાબેનને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યાની આસપાસ દીકરીને જન્મ આપ્યો હતો. અમિત શાહે હોસ્પિટલમાં જઈને પૌત્રીને રમાડી હતી. અમિત શાહના પુત્ર જય શાહના લગ્ન બે વર્ષ પૂર્વે મૂળ અમરેલીનાં અને અમદાવાદમાં રહેતાં રિશીતા સાથે ધામધૂમથી યોજાયાં હતા.
 
જય અને રિશીતાના લગ્ન બાદ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે જ જયના પત્ની રિશીતાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જય શાહ અને રિશીતા પટેલ સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ભણેલા છે અને એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. રિશીતાનાં પિતા ગુણવંતભાઇ પટેલ અમરેલીનાં ચલાલા ગામનાં વતની છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments