Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુનિયર ક્લાર્ક પરીક્ષા પર મોટી અપડેટ, IPS હસમુખ પટેલે કહ્યું ઉમેદવારો તૈયારીમાં લાગી જાય

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (18:18 IST)
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ સરકારે આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. ત્યારે હવે  હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે. LRDની પરીક્ષા IPS હસમુખ પટેલના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ તેને લઇને પરીક્ષામાં કોઇપણ જાતનો ઓહાપોહ થયો ન હતો અને પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી. હવે તેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી નો ચાર્જ સંભાળી લીધો છે.

હસમુખ પટેલે કહ્યું હતું કે, પંચાયત સેવા મંડળ અને સરકાર પરીક્ષાઓ બિન વિવાદિત થાય તે માટે વધુ સારી રીતે કરવા માટે  કેટલાય દિવસથી કવાયત થઈ રહી હતી. આજે મને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ઘટના બની તે માટે દુઃખ છે. જેથી હવે વહેલામાં વહેલી સ્વચ્છ રીતે પરીક્ષા લેવાની કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પણ નજર રાખવામાં આવશે. લોકરક્ષકની પરીક્ષા કરતા આ પરીક્ષામાં વધુ ઉમેદવાર છે. પેપર જે રીતે ફૂટ્યું તે કોન્ફિડન્સ બાબત છે. પણ 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.એપ્રિલ મહીનામાં પંચાયતની પરીક્ષા યોજાઈ શકે છે.હવે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે. પેપર ક્યાં પ્રિન્ટીંગ  કરશે તેની માહિતી ના આપી શકાય. અમારા માટે 3 બાબતો સૌથી મહત્વની છે. પેપર પ્રિન્ટિંગ અને પેપર કેન્દ્રો પર પહોંચાડવા અને 3 પરીક્ષા કેન્દ્રો પરથી પેપર લીક ના થાય. પેપરલીક કરનારને પકડ્યો છે. આ પરીક્ષાનું પેપર લીક થતા જ પકડ્યું છે. એટલે પોલીસ સતર્ક છે જ. ક્યાંય કોઈ ગરબડ દેખાય તો તરત જ અમારો સીધો સંપર્ક કરવો. અમારી જવાબદારી અમે નિભાવીશું.ઉમેદવારો એ પ્રમાણિકતાથી પેપર આપવા જોઈએ. પરીક્ષા પહેલા યેનકેન પ્રકારે પેપર મેળવવા પ્રયત્નો ના કરવા

સંબંધિત સમાચાર

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

Cold Facial- ઉનાળામાં ઘરે જ કરો ફેશિયલ ચેહરા પર આવશે ચમક

Quick Recipe: ડુંગળી અને કાકડી સાથે ઝડપથી સ્વાદિષ્ટ સેન્ડવીચ તૈયાર કરો

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

આગળનો લેખ
Show comments