Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન, એક લાખથી વધુ હરિભક્તો જોડાશે

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (09:11 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે 5 વાગ્યાથી થવાની છે, પરંતુ લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં તમામ કાર્યકરોને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં 1800 પોલીસકર્મી ખડેપગે રહેશે તો બહાર 500 જવાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે.

<

તા.૦૭/૧૨/૨૦૨૪ ના રોજ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા’ ખાતે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. @AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/xD61HYisC7

— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) December 6, 2024 >
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહેશે. દેશ-વિદેશમાંથી અંદાજે એક લાખ જેટલા કાર્યકરો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકરોને વર્ચ્યુઅલી સંદેશો આપશે. તેમજ અમદાવાદમાં ભક્તોની રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યકરોની નિસ્વાર્થ સેવાને બિરદાવવા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'One Nation One Election' bill- 'વન નેશન વન ઇલેક્શન' બિલને મોદી કેબિનેટની મંજૂરી, જાણો સંસદમાં ક્યારે રજૂ થશે

AAP કા લાડલી દાંવ: દિલ્હીમાં મહિલા સન્માન યોજના મંજૂર, દર મહિને ₹2100 મળશે; કોને ફાયદો થાય છે અને શરતો શું છે?

Lookback2024_Trends: 2024 માં ખૂબ ટ્રેંડિંગમાં રહ્યા આ અંગ્રેજીના 10 શબ્દ, જાણો તેનુ નામ અને મતલબ

Lookback 2024 Sports- - IPLની રેકોર્ડ બ્રેકિંગ સિઝન, સૌથી વધુ સિક્સરથી લઈને સૌથી મોટા ચેઝ

Lookback2024_Politics: 2024માં ટોચના 10 સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાદીમાં ટોચ પર

આગળનો લેખ
Show comments