Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો થશે ફેંસલો

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (00:32 IST)
પ્રથમ તબક્કામાં 63.31% અને બીજા તબક્કામાં 65.34% મતદાન થયુ હતુ
 
37 કેન્દ્રો પર 8 વાગ્યાથી મતગણતરી પોસ્ટલ બેલેટ બાદ EVMના મતોની ગણતરી શરૂ થશે
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે આઠ વાગ્યાથી જ રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે. એમ ચૂંટણી અધિકારી પી. ભારતીએ મીડિયાને જણાવ્યું હતું. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસને કેટલી મળી સીટ, આપના દાવા કેટલા સાચા જાણવા ક્લિક કરો 
 
મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે.
 
સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરાશે
ઉલ્લેખનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.  સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.
 
37 મતગણતરી મથકો પર મતગણતરી કરાશે
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો પણ રહશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
 
અમદાવાદમાં સ્ટ્રોંગરૂમ બહાર ટાઈટ સિક્યુરિટી
ગુજરાત કોલેજ એલડી એન્જીયરિંગ અને પોલિટેક્નિકમાં 21 બેઠકોના 249 જેટલા અલગ અલગ પાર્ટીના ઉમેદવારોના રાજકિય ભવિષ્ય નો કાલે ફેંસલો આવી જશે કાલે સવારે 7 વાગ્યા થિ આ ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે પોલીસ અને સીઆરપીએફ ના જવાનો ની હાજરી અને ચુસ્ત બંદોબસ્ત માં સિસિટીવી કેમેરાની નિગરાની માં મત ગણતરીની પક્રિયા શરૂ કરવામાં આવશે પહેલી 30 મિનિટ્સ વિવિપેટ ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યાંરબાદ evm મશીનના મતોને ગણવાનું કામ શરૂ કરવામાં આવનાર છે.અમદાવાદ જિલ્લાકલેકટર ધવલ પટેલના જણાવ્યા મુજબ સવારે મીડિયાના કર્મચારી સહિત અન્ય લોકોને કવરેજ માટે પ્રવેશ આપવામાં આવશે જ્યાં સ્ટ્રોગ રૂમ છે તેની બહારથી જ કવરેજ કરવાની પરવાનગી આપવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ કે પાર્ટીના કાર્યકરને સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ અપાવાની મનાઈ ફરવામાં આવી છે.
 
સુરતની 2 કોલેજોમાં થશે 16 બેઠકોની મતગણતરી
સુરતમાં મતગણતરીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોની મતગણતરી સુરત શહેરમાં થનાર છે. સુરતની ગાંધી કોલેજ પર 10 વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે, જ્યારે SVNIT કોલેજ પર 6 વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે. બંને સ્થળો પર મતગણતરી માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. લોકો પણ આ મતગણતરીને સહેલાઇથી અને પોતાના ઉમેદવાર સાથે જોઈ શકે તે માટે કોલેજ બહાર LCD ટીવી લગાવી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments