Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયામાં પીએમ મોદીને મારી નાંખવાની ધમકી આપતી પોસ્ટ કરનારની ધરપકડ

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (23:34 IST)
સાયબર ક્રાઈમે ટેકનીકલ એનાલિસિસ કરી આરોપીને ઝડપી પાડ્યો
 
સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતી પોસ્ટ કરનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક મોબાઈલ પણ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યો છે. 
 
અલગ અલગ પ્લેટફોર્મ પર વોચ રાખી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરીંગ સેલના અધિકારીઓએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વોચ રાખી રહ્યાં હતાં. આ દરમિયાન ગત 25 માર્ચે તેમના ધ્યાન પર આવેલ કે ફેસબુક પર વડાપ્રધાન મોદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતી પોસ્ટ તેમજ જાહેર શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરેલ હોવાનું જણાઇ આવ્યું હતું. 
 
આરોપી પાસેથી મોબાઈલ કબજે કરાયો
જેથી ફેસબુક પર આ પોસ્ટ કરનારની પ્રોફાઈલ  ધારકની ટેકનીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરી તેની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાયબર ક્રાઈમે ફેસબુક પર વાંધાજનક પોસ્ટ કરનારની ટેકનિકલ તપાસ કરી આરોપી શેતલભાઈ લોલિયાણીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી મોબાઈલ કબજે કરાયો છે. આરોપી ટ્યૂશન કલાસ ચલાવે છે. ક્યાં કારણથી આ પોસ્ટ કરી હતી, તે મામલે પૂછપરછ કરતાં આરોપી દ્વારા કોઈ સાચો જવાબ આપવામાં આવતો નથી. સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments