Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતું હોચ તે સરકારની નીતિનું પાલન કરેઃ હાઈકોર્ટ

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (16:42 IST)
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના અભ્યાસક્રમને લઈને અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે લાલ આંખ કરીને કહ્યું હતું કે, જે બોર્ડ ગુજરાતી ભાષા ભણાવવાનો ઈનકાર કરશે તેની સામે પગલાં લેવામાં આવશે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ગુજરાતી ભાષા ફરજિયાત પણે ભણાવવાનો નિર્ણય સરકારનો જ છે. તેનો અમલ કરવામાં સરકાર લાચારી બતાવશે તો કોર્ટ હૂકમ કરશે.  જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. આ અરજી પર હવે 22 ડિસેમ્બરના રોજ આગામી થશે.હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જે બોર્ડ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાને સામેલ ના કરતાં હોય તેની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો સરકારને કાર્યવાહી કરતાં લાચારી થતી હોય તો કોર્ટ હૂકમ કરશે. કોર્ટે કહ્યું હતું કે, માતૃભાષાનું ભણતર એ બાળકનો હક છે. હાઈકોર્ટની ટકોર બાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યની તમામ સ્કૂલોએ ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. આ મામલે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ટુંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે.  હાઈકોર્ટમાં અરજદારે એવી રજૂઆત કરી હતી કે, 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ છે. અરજદારે સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં; શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે  ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments