Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા વધુ એક નિર્ણય

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (18:47 IST)
- રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે : પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ*
- રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે*
-  રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને તેમજ છ ઝોનમાં 88 મળી કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરાયા*
 
રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેમ પ્રવક્તા મંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું છે. 
 
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. 
 
મંત્રી શ્રી એ આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ  કાર્યરત કરવામાં આવ્યા છે. 
 
તેમણે વધુમાં કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

વધુ જુઓ..

નવીનતમ

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments