Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદમાં, સાણંદ-બોપલમાં લોકાર્પણ કાર્યક્રમ બાદ રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લેશે

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (10:52 IST)
અમદાવાદમાં શહેરમાં કોરોનાના કારણે ગત વર્ષે ન નીકળી શકેલી રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 10મી જુલાઈએ અમદાવાદ આવશે. 11મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પેહલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી જુલાઈએ સાંજે અમદાવાદ પહોંચશે. આ બાદ 11મી જુલાઈએ તેઓ સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં આપશે હાજરી. સાથે જ તેઓ સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું કરશે લોકાર્પણ. આ બાદ 12મી જુલાઈએ ગૃહમંત્રી સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. 
 
નોંધનીય છે કે આ પહેલા 20મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે જમાલપુર મંદિર અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષે જે રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તેના કરતાં અલગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments