Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આ શહેરો માટે કરી આગાહી

Webdunia
સોમવાર, 24 જૂન 2024 (12:22 IST)
Rain in gujarat- ગુજરાત રાજ્ય માટે અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે આ વખતે રાજ્યમાં સારા વરસાદના સંકેત સામે આવ્યા છે. તેમજ 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. બોટાદ, ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આજે સવારે રાજ્યના ભાગોમાં ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે.

સવારે વરસાદ આવ્યો હતો. તેમાં બેથી ત્રણ દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો. મેઘરવો વરસાદનો દાર્શનિક પૂરાવો છે. જેમાં શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે. તેમાં બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 28થી 30 જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઇ છે. તેમાં નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ આવ્યો છે. જેમાં ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.દંગીવાડા, પ્રયાગપુરા તથા કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોને હવે સારા પાકની આશા બંધાઇ છે. ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરચ્યો છે. જેમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

વધુ જુઓ..

નવીનતમ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

આગળનો લેખ
Show comments