Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈ-મેમોના એક કોલને કારણે અમદાવાદીઓએ લાખો ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી ગઠિયાને ઝડપી પાડ્યો

Webdunia
શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (18:31 IST)
વાહનનો ચેચિસ નંબર, વાહનના માલિકની ડિટેલ મેળવવા આરોપીઓ જબરી કરામત કરી હતી
ટ્રાફિક વિભાગના ધ્યાને આવતાં ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ થઈ અને ક્રાઈમ બ્રાંચે ગઠિયાને ઝડપી પાડ્યો
 
 
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલણથી દંડ ફટકારવામાં આવે છે. લોકો ઈ-ચલણનો દંડ ઓનલાઈન ભરે છે. ત્યારે હવે લોકોને ઓટીપી અને લિંક મોકલીને લૂંટી લેનારા લૂંટારાઓએ ઈ-ચલણને નામે પણ લૂંટવાનું શરૂ કરી દીધું છે. ટ્રાફિક પોલીસના નામે ઈ ચલણ ભરવા માટે એક ગેંગ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ-ચલણના નામે રૂપિયા પડાવતી ગેંગના એક સભ્યની ધરપકડ કરીને ઈ ચલણ ભરવા માટેની ખોટી વેબસાઈટ બનાવીને ફોન કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અમદાવાદ પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું, તમારો ઈ મેમો ભરવાનો બાકી છે. ઈ મેમો નહિ ભરો તો તમારી અટકાયત કરવા માટે પોલીસ ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે. આ ગેંગ દ્વારા આ પ્રકારનો ફોન કરવામાં આવે છે અને તે કોલમાં ગુજરાત પોલીસનો લોગો લગાવવામાં આવ્યો હોય છે જેથી લોકો પોલીસમાંથી ફોન આવ્યો હોવાનું સાચુ માની લે છે. આ ગેંગ દ્વારા પહેલા લોકોને ફોન કરવામાં આવતા હતા.
 
વાહન ચાલકના મોબાઈલ નંબર ઉપર કોલ કરતા હતા
આરોપીઓ ગૂગલમાં અમદાવાદ ટ્રાફિક ફાઈન ટેક્સ સર્ચ કરતાં હતાં. ત્યાર બાદ અમદાવાદ શહેરનું પેજ ઓપન કરીને તેમાં ઈ ચલણની સિસ્ટમનું પોર્ટલ ઓપન કરવામાં આવતું હતું. આ પોર્ટલમાં અમદાવાદ પાર્સિંગનાં વાહનના કોઈ પણ નંબર રેન્ડમલી નાખવામાં આવતા હતા. જે વાહનના ઈ ચલણ બાકી હોય તે નંબર લખી લેવામાં આવતો હતો. બાદમાં આ વાહનનો નંબર રોયલ સુંદરમ રિન્યુઅલ નામની વેબ સાઇડ પર ઇન્સ્યોરન્સ પેજમાં આ વાહનના નંબર નાખી તેના ચેસીસ નંબર મેળવતા હતા. આરોપીઓ પાસે વાહનના ચેસીસ નંબર આવી ગયા બાદ પરિવહન એપ્લિકેશનમાં વાહન અને ચેસીસ નંબર નાખતા વાહન ચાલકની તમામ ડીટેલ અને મોબાઈલ નંબર પણ મળી જતો હતો.ત્યાર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના ચલણ પેમેન્ટ સિસ્ટમના વેબ પેજ પર વાહનના ઈ મેમોની વિગતો મેળવતા હતા અને બાદમાં જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર ઉપર કોલ કરતા હતા. વાહન ચાલકોને ફોન કરી તેમના ઈ મેમોની વિગત જણાવતા હતા અને તે દંડ નહીં ભરે તો તેમના ઘરે પોલીસ આવશે અને કોર્ટમાં તેમણે દંડ ભરવો પડશે તેવું જણાવતા હતા. 
 
ઈ મેમો આગામી 72 કલાકમાં ક્લિયર થઈ જશે
જો સામેથી વાહન ચાલક દંડ ભરવા તૈયાર થઈ જાય તો તેમને આરોપીઓ ક્યુઆર કોડ અથવા તો તેમણે બનાવેલી ખોટી વેબસાઈટની લીંક મોકલતા હતા. જેના આધારે વાહન ચાલક તે ખોટી વેબસાઈટમાં પોતાના ચલણની રકમ ભરતા હતા. આરોપીઓ વાહન ચાલકને જણાવતા કે તેમનો ઈ મેમો આગામી 72 કલાકમાં ક્લિયર થઈ જશે.સમગ્ર કેસમાં હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના રાંચીના સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે. તેની પુછપરછમાં સામે આવ્યું છે કે સુધાંશુ મિશ્રા અગાઉ સ્ટોક માર્કેટિંગનું કામ કરતો હતો અને લોકડાઉન બાદ તે કોલકત્તા ગયો હતો. કોલકત્તામાં સુધાંસુની ઓળખાણ રાજેશ સાથે થઈ હતી. રાજેશ અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈ મેમોના ફાઈનનું ગેરકાયદેસર કામ કરતો હતો અને રાજેશે સુધાંશુને આ કામ કરવા માટેની ટ્રીક બતાવી હતી. સુધાંશુએ રાજેશ સાથે 15 દિવસ કામ પણ કર્યું હતું. ત્યારબાદ સુધાંશુ ફરીથી ઝારખંડના ધનબાદ ખાતે આવ્યો અને રાજેશ પાસેથી શીખેલું કામ કરવા સુધાંશુએ મિત્ર સપ્તમકુમારને તૈયાર કર્યો હતો. બંને મળી જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023 સુધીમાં ઘણા બધા વાહન ચાલકો પાસેથી અમદાવાદ ટ્રાફિક પોલીસના કલેક્શન ડિપાર્ટમેન્ટ માંથી બોલતા હોવાનું જણાવી લાખો રૂપિયા પચાવી પાડ્યા છે. 
 
સમગ્ર કેસની તપાસ હવે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે
પોલીસને પુછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે પકડાયેલો આરોપી સુધાંશુ અને તેનો મિત્ર સપ્તમકુમાર વાહન ચાલકોને ફોન કરતા તેના સીમકાર્ડ, UPI આઇડી અને ખોટી વેબસાઈટની લીંક પલટન દાસ નામનો વ્યક્તિ કે જે ઝારખંડનો રહેવાસી છે તે પૂરી પાડતો હતો. વાહન ચાલકોએ ઈ મેમોના ભરેલા પૈસા પણ પલટન દાસ પાસે જતા હતા. ઈ મમોની રકમ માંથી પલટનદાસ 20 ટકા પૈસા કાપી બાકીના રૂપિયા સુધાંશુ અને સપ્તમકુમારને આપી દેતો હતો. તેમજ જે મોબાઈલ નંબરથી ફોન કરતા હતા તે મોબાઈલ નંબરના સીમકાર્ડ થોડા થોડા દિવસોએ તોડી નવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા અને તે નંબરમાં ગુજરાત પોલીસનો લોગો પણ સેટ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ મેમોની ખોટી વેબસાઈટ બનાવી લોકો પાસેથી લાખોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી સુધાંશુ મિશ્રાની ધરપકડ કરી છે. જોકે હવે સમગ્ર કેસની તપાસ હવે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. હજી આ કેસમાં સપ્તમકુમાર અને તેને મદદ કરનાર પલટન દાસની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે અમદાવાદ શહેરના કેટલા વાહન ચાલકો આ ગેમનો ભોગ બન્યા છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ રાજ્યમાં પણ આ રીતે ઈ ચલણના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

આગળનો લેખ
Show comments