Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: યુવતી સાથે સ્પા સંચાલકની ક્રૂરતા

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (18:16 IST)
અમદાવાદઃ દેશમાં એક તરફ મહિલાઓના સન્માનની વાતો થઈ રહી છે બીજી બાજુ મહિલાઓ પર જાહેરમાં અત્યાચારો ગુજારવાના બનાવો સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક એક યુવતીને ક્રુરતા પૂર્વક માર મારી રહ્યો છે. યુવતીને દીવાલ સાથે અથડાવીને તેના વાળ ખેંચીને તેને માર મારવામાં આવી રહ્યો છે. યુવતીના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હોવાનું વીડિયોમાં દેખાય છે. ત્યારે આ ઘટનાને લઈને હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. અમદાવાદમાં એક તરફ મહિલાઓની સન્માનની વાતોમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં એક 24 વર્ષીય યુવતીને ઢસડી ઢસડીને માર મારવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર નારી રહ્યો છે. એટલું જ નહી તેને આડેધડ ફડાકા ઝીંકી સ્પાની દીવાલ સાથે અથડાવી કપડા પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ શરમજનક દેખાઈ રહ્યું છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં મહિલા સન્માનની વાતોને લઈને રોષ ફેલાયો છે. બોડકદેવ પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયોના સીસીટીવીની મદદથી પોલીસ યુવતીને માર મારી રહેલા યુવકની શોધખોળમાં લાગી ગઈ છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવક ટુંક સમયમાં જ પોલીસના હાથે ઝડપાઈ જશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ભોગ બનેલી યુવતીને પણ શોધવા પોલીસ કામે લાગી ગઈ છે. શહેરમાં મહિલાઓના સન્માનની વાતો વચ્ચે અનેક મહિલાઓ પર થતાં અત્યાચારો સામે આવી રહ્યાં છે. શહેરમાં સ્પા અને બોડી મસાજના નામે ચાલતી અનેક હાટડીઓમાં દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવીને તેમની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. પરંતુ પોલીસ હજી પણ કોઈ કડક કાર્યવાહી કરીને આત્યાચારીઓ સામે કાયદાનો કોરડો વિંઝી નથી રહી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments