Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદી યુવાનોને બોગસ ડીગ્રીઓથી લંડન મોકલવાનું કૌભાંડ આચરતાં બેની ધરપકડ

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (12:26 IST)
વિદેશ જવાની ઘેલછામાં યુવાનો કોઈપણ જોખમ લઈ વિદેશ જવા તૈયાર થઈ જાય છે. છત્તીસગઢની ડો. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પોલીસે 2 અલગ અલગ ફરિયાદના આધારે 4 એજન્ટ સહિત 6 સામે ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરી છે.
છત્તીસગઢની ડો. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓના આધારે નડિયાદ અને અમદાવાદના યુવાનોને સ્ટુડન્ટ વિઝાના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા નડિયાદનાં એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી ડોક્યુમેન્ટ તપાસતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. ખેડા અને નડિયાદના ચાર એજન્ટોએ આ ડિગ્રીઓ આપી હતી.
બંને યુવકોના વિઝા લીગલ હતા પરંતુ કોલેજ માટે એજ્યુકેશન ડોક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી. જેમાં તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલ્લાસપુર છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે તેમણે 56 હજાર રૂપિયા આપ્યાં હતાં. જે માટે વલ્લભ વિદ્યાનગરનાં AISCETનાં સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઇને વિઝા અને લંડન યુનિ.માં એડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ 5 લાખ રૂપિયા પડાવતા હતાં.પોલીસે હાલ બંનેની ધરપકડ બાદ એજન્ટોની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments