Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં જમાલપુરના મૌલવીની પણ ધરપકડ

મૃતક કિશન ભરવાડે માફી માગતો વીડીયો શેર કર્યો હતો

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ
Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (00:24 IST)
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી આરોપી શબ્બીર, ઇમ્તિયાસ અને મૌલવી મોહમદ અયુબ જાવરવાલા એમ કુલ 3ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસે આરોપી શબ્બીર અને ઇમ્તિયાસની ધરપકડ કરી છે.જમાલપુરના મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.ત્યારે શબ્બીર અને ઇમ્તિયાસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.મૃતક કિશને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી.જો કે કિશનની વિવાદિત પોસ્ટને લઇને સમાધાન થયું છતાં આરોપીએ સમાધાનને માન્ય રાખ્યું ન હતું.
 
મૃતક કિશન ભરવાડ નામના યુવક તેણે કરેલી વિવાદિત પોસ્ટ મામલે માફી માગતો વીડીયો શેર કર્યો હતો..   કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું તેવું નિવેદન પણ કર્યું હતું. સોશિયલ મીડિયામાં 10 સેકન્ડનો વીડિયો જાહેર કરી કહ્યું હતું કે જે ફેસબુકમાં મૈ વિડીયો અપલોડ કરેલો તેનાથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. અને દિલગીર પણ છું.
 
ધંધૂકામાં ધોળા દિવસે બાઈક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસનાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર ત્વરિત તપાસ હાથ ઘરીને અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.
 
ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.
 
આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
 
શું છે મામલો
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments