Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાંકરિયામાં તુટી પડેલી રાઈડનો સંચાલક ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ભાઈ છે

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (12:05 IST)
:

જે રાઈડમાં લોકો આનંદ-મસ્તી કરવા માટે બેસતા હોય છે, તે જ રાઈડ તેમના માટે મોતનો કૂવો બની. સુરતના તક્ષશીલા આગકાંડમાં તંત્રની બેદરકારીનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં રૂપાણી સરકાર સામે વધુ એક પ્રશ્નાર્થ મૂકાયો છે. આખરે કેમ ગુજરાતમાં અધિકારીઓ, સંચાલકોને છુટ્ટો દોર મળી ગયો છે, જેનો ભોગ કેટલાક નિર્દોષો બને છે. તેમ છતાં મોતના આ સોદાગરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી, અને મૃતકોના પરિવારોનું મોઢુ બંધ કરવા તેમને સહાયના નામે રોકડુ પરખાવી દેવાય છે. લોકો પણ સરળતાથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટો-વીડિયો જોઈને ધડીક બળાપો ઠાલવે છે અને બાદમા ‘અમને શું’ એવો જવાબ મનોમન આપીને ઘટનાને ભૂલી જાય છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષોની મોતનો સિલસિલો અટકશે.

કાંકરિયા રાઈડ અકસ્માતમાં 3નો ભોગ લેનાર અને 29 લોકોને હોસ્પિટલની પથારીએ પહોંચાડનાર રાઈડને સેફ્ટી રિપોર્ટમાં પણ તે અનસેફ હોવાનું જણાવાયું હતું. તેમ છતાં કોઈ પગલા લેવાયા ન હતા. જે રાઈડ ગઈકાલે તૂટી પડી હતી, તેના 6 જુલાઈએ જ સેફ્ટી રિપોર્ટ લેવાયા હતા, જેમાં રાઈટના નટબોલ્ટ બદલવા અંગે તથા અન્ય ત્રણ બાબતોની તપાસ અંગે પણ રિપોર્ટમાં સૂચના આપવામાં આવી હતી. પણ, સવાલ એ છે કે, શું આ રિપોર્ટ બાદ પાર્ટસમાં ચેન્જિસ કરાયા છે કે નહિ. અકસ્માત બાદ રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલે દાવો કર્યો છે કે, વેકેશન પહેલા નટબોલ્ટ બદલ્યા હતા. આ ઘટનામાં રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 5 લોકોની અટકાયત કરીને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે જાણવા મળ્યું કે, રાઈડના માલિકમાં ગઈકાલે રાત્રે ઘટના બાદ જરા પણ ડર લાગતો ન હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, ઘનશ્યામ પટેલને રાજકીય વગ ધરાવતા તેના ભાઈનું પીઠબળ છે. ઘનશ્યાન પટેલનો ભાઈ પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ છે. બંને ભાઈઓ રાઈડનો કારોબાર ચલાવે છે. પૂર્વ કોર્પોરેટ મહેન્દ્ર પટેલ વસ્ત્રાપુર ગાર્ડનમાં આવેલી રાઈડનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. ત્યારે સવાલ એ છે કે, કોની મિલીભગતથી રાજકીય નેતાઓ અને તેમના સંબંધીઓને આ રીતે કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવે છે. તો બીજી તરફ, ઘનશ્યામ પટેલે મૃતકો અને ઈજાગ્રસ્તોને જાતે વળતર ચૂકવી દેવાની પણ વાત કરી હતી. ઘટના બાદ તેણે નફ્ફટાઈથી કહ્યું હતું કે, અમારી પાસે 1 કરોડનો વીમો છે અને તેમાંથી અમે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર આપી દઈશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

આગળનો લેખ
Show comments