Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો, ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશનની પ્રક્રિયા શું છે?

Webdunia
ગુરુવાર, 29 એપ્રિલ 2021 (15:30 IST)
કેન્દ્ર સરકારની ડી.આર.ડી.ઓ. ( ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ૯૦૦ થી વધુ બેડ ધરાવતી ધન્વંતરી હોસ્પિટલમાં ૩૫૦થી વધુ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. આગામી સમયમાં માનવબળની ક્ષમતા વધારીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવાનું સુદ્ર્ઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતુ.
 
હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીના હાથ પર આર.એફ.આઇ.ડી. ટેગ લગાવવામાં આવે છે. જેના થકી દર્દીની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. દર્દી જ્યાર સુધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હશે ત્યારથી લઇ ડિસ્ચાર્જ સુધી સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા આર.એફ.આઇ.ડી.માં સ્ટોર કરવામાં આવશે. ઉક્ત હોસ્પિટલ અત્યાધુનિક તકનીકી સુવિધા ધરાવતા સાધનો સાથે સજ્જ કરવામાં આવી છે. 
 
જેમાં ઇન હાઉસ સી.ટી. સ્કેન, ઇન હાઉસ ડાયાલીસીસ સુવિધાનો સમાવેશ થાય છે.જેના કારણે દર્દીને અન્ય કોઇ સ્થળે સી.ટી.સ્કેન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં સાથે સાથે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોવિડ દર્દીઓને પણ આ હોસ્પિટલમાં જ ડાયાલિસીસ ની સુવિધા મળી રહેશે.
 
હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવાનું રહેશે (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).
 
ગંભીર દર્દીઓને કે જેમનું કોરોનાની અસરના કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.
 
ધન્વંતરી હોસ્પિટલમાં ૧૫૦ થી વધુ બાયપેપ અને વેન્ટીલટર સુવિધા ધરાવતા આઇ.સી.યુ. બેડ છે. જ્યારે ૮૫૦ થી વધુ ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ૪ ઇન હાઉસ કેન્દ્રીયકૃત નેટવર્કિંગ સાથે તૈયાર કરવામાં આવી છે. જેના થકી દર્દીના બ્લડ રિપોર્ટ થી લઇ કોવિડ સંલગ્ન તમામ રીપોર્ટ એક જ સ્થળેથી મેળવી શકાશે. 
 
હોસ્પિટલ દ્વારા કાર્યાન્વિત કેન્દ્રીયકૃત પ્રણાલીના કારણે આ તમામ રિપોર્ટ દર્દીના સ્વજનોને પણ મેસેજ મારફતે મળી શકશે તેમજ સી.ટી.સ્કેન કે એક્સ-રેની ફિલ્મ પણ મળી રહેશે. જે કોઇપણ કોવિડ હોસ્પિટલમાં પહેલી વખત ઉભી કરાયેલી વ્યવસ્થા છે. દર્દીની સાથે-સાથે તેમના સ્વજનોની પણ દરકાર કરીને તેમની હંગામી ઘોરણે રહેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલની પાસે ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પીવાના પાણીથી લઇ કૂલરની વ્યવસ્થા છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments