Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્ય પ્રદેશમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારો આરોપી અમદાવાદથી ઝડપાયો

Webdunia
બુધવાર, 9 જૂન 2021 (13:23 IST)
મધ્યપ્રદેશમાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીને અમદાવાદના વટવા GIDC માંથી ઝડપી લેવામાં આવ્યો. ગત 5 જુનના રોજ આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપી નીતિન પટેલની ધરપકડ કરી છે. ગત 5 જુનના રોજ મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષીય બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે મધ્યપ્રદેશ પોલીસે તપાસ દરમિયાન તેંડુખેડા વિસ્તારમાંથી ખેતરમાં ભુસામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ પર ઇજા નિશાન મળી આવતા પોક્સો અને હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી.

જોકે જે ખેતરમાંથી બાળકી મળી આવી તે કેદાર પટેલનું ખેતર હતું અને કેદાર પટેલનો દીકરો નીતિન પટેલ ફરાર હોવાનુ જાણવા મળ્યુ હતું.  જેથી પોલીસને તેની પર શંકા હતી.જ્યારે મધ્ય પ્રદેશ પોલીસને નીતિનનો ફોન ચાલુ હોવાની માહિતી મળી હતી. ટેક્નિકલ સર્વેલન્સની મદદ ચેક કરાયુ તો વટવા જી.આઇ.ડી.સીમાં આ નંબર એક્ટિવ હોવાનુ દેખાયું હતું. જેથી મધ્ય પ્રદેશ પોલીસે વટવા પોલીસનો સંપર્ક કર્યો. આરોપીની વિગતો આપતા વટવાના જેક્શન કંપનીના ગોડાઉનમાંથી નીતિનને ઝડપી લેવામાં આવ્યો. બાદમાં આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવેલી તમામ હકીકત શરીર કંપાવી દે તેવી હતી.

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા કહ્યું કે 5મી જૂને બપોરે બાળકી તેના ઘર પાસે રમતી હતી. તે દરમ્યાન આરોપીના ઘરે ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને આરોપી બાળકીને પકડીને ઢસડીને તેના ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી.ગુનો છુપાવવા માટે તેના મૃતદેહને ઘઉંના ભૂસામાં સંતાડી બાદમાં તે તેના ગામથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયો હતો. પણ તેને ખબર નોહતી કે પોલીસે તેની કુંડળી કઢાવી લીધી છે અને ગણતરીના દિવસોમાં જ પકડાઈ જશે. આમ મધ્યપ્રદેશ પોલીસે હત્યારા નીતિને પકડવા પ્રયાસો કરતા આરોપીને વટવા GIDC વિસ્તારમાંથી વટવા પોલીસે ઝડપી લીધો. મહત્વનું છે કે ઘટનાની ગંભીરતા જોઈને આરોપીને તાત્કાલિક ઝડપી લેવા મધ્યપ્રદેશ પોલીસે ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આરોપીને ઝડપી લેવા જાહેર કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

આગળનો લેખ
Show comments