Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અજાણ્યો વાહનચાલક બાઈકસવાર ત્રણ યુવકોને કચડીને ફરાર

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અજાણ્યો વાહનચાલક બાઈકસવાર ત્રણ યુવકોને કચડીને ફરાર
Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (11:47 IST)
વલસાડ જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખતાં ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું છે.સૂત્રો અનુસાર વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા. જેના પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિત ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments