Webdunia - Bharat's app for daily news and videos

Install App

નદીમાં ન્હાવા જતી વેળાએ સર્જાઇ કરુણ ઘટના, આ યુવકો ડુબતાં શોક બન્યો માહોલ

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2022 (13:00 IST)
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડૂબવાને કારણે મોતની સંખ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં ભિલોડાના શિલાદ્રી પાસે ચાર યુવકો નદીમાં ડૂબી જતાં ચારેયના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર પંથક શોકના સાગરમાં ડૂબ્યો છે. બુઢેલી નદીમાં ન્હાવા જતી વેળાએ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
મળતી માહિતી અનુસાર, ભિલોડાના શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ચારેય મિત્રો ગરકાવ થઈ ગયા હતા. જેને લઈને ચારેય એક સાથે મોતને ભેટયા હતા. આ અંગે સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર અને પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં. જેના કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
જાણવા મળ્યું છે કે, મૃતકો શિલાદ્રી ગામના રહેવાસી છે. એક સાથે એક જ ગામના ચાર યુવકોના મૃત્યુના સમાચાર સાંભળી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજતા પરિવારજનોમાથે આભ તૂટી પડ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments