Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં એક વર્ષનો બાળક રમતા-રમતા ઝેરી દવા પી જતા મોત

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2023 (12:50 IST)
રાજકોટ શહેરમાં એક વર્ષનો માસુમ બાળક રમતા રમતા ઘરમાં રહેલ જીવડા મારવાની દવા પી જતા તેમનું કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી સાથે વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો ગણી શકાય છે.

પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, બી-104માં રહેતા ચિરાગભાઇ વાડેરાના એક વર્ષના પુત્ર જીયાન ગઇ તા. 10ના ઘરે રમતો હતો ત્યારે ઘરમાં પડેલ જીવડા મારવાની દવાની બોટલ ખોલી તેમાંથી ઘુંટડો ભરી જતા તે ઉલ્ટી કરવા લાગ્યો હતો જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે માસુમ બાળકનું મોત નિપજયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે વધુમાં મૃતક બાળકના પિતા ચિરાગભાઇએ જણાવ્યું હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ થયેલ છે. તેઓ તેની પત્ની અને માતા સાથે રહે છે. તેમને એક વર્ષનો પુત્ર જીયાન છે. ગઇ તા. 10ના તેમની પત્ની અને માતા તહેવારો પૂર્વ ઘરકામ કરતા હતા ત્યારે એકલા રમી રહેલા જીયાનના હાથમાં ઝેરી દવાની બોટલ આવી જતા તેને તેમાંથી ઘુંટડો ભરી લેતા ઘટના ઘટી હતી. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું.

નવરાત્રી અને દિવાળીના તહેવાર પૂર્વે ગૃહિણીઓ પોતાના ઘરની સાફ સફાઇ કરતા હોય છે. ઘરની સાફ સફાઇ દરમિયાન ઘણા જવલનશીલ પદાર્થો ઘરમાંથી ગૃહિણીઓ કાઢીને બહાર રાખતી હોય છે ત્યારે તેમના નાના બાળકોના હાથમાં તે પદાર્થો આવે તો તેઓ રમત રમતમાં તે પી લેતા હોય છે. જે બાળકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. જેથી તહેવારો પૂર્વે ઘરની સાફ સફાઇ સમયે બળકોની ખાસ સાવચેતી રાખી કામ કરવું જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

ગુજરાતી જોક્સ - 1800 રૂપિયા

વધુ જુઓ..

નવીનતમ

શ પરથી નામ છોકરા

મૂળાના પાન મૂંગ દાળ

આ ઘરેલું વસ્તુઓ 35 વર્ષની ઉંમર પછી યુરિન ઈન્ફેક્શનના જોખમને ઘટાડી શકે છે

National Bird Day- રાષ્ટ્રીય પક્ષી દિવસ, મહત્વ અને ઇતિહાસ

કાળા ચણા ડાયાબિટીસમાં છે ખૂબ જ ફાયદાકારક, જો આ રીતે ખાશો તો બ્લડ સુગર થશે કંટ્રોલ

આગળનો લેખ
Show comments