Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મળ્યો મોટો દારૂનો જથ્થો, પોલીસ કરી એક આરોપીની ધરપકડ

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (13:07 IST)
રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર દારૂનો જથ્થો હાથ લાગ્યો  છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની પેટી મળી આવી છે. સિવિલ ખાતેથી દારૂની ચાર પેટી મળતા પ્રદ્યુમન પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થાને કબજે લઈને આગળની તપાસ શરુ કરી છે. આ અગાઉ પણ એક ડૉક્ટર નશાની હાલતમાં ફરજ પર હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ હવે સિવિલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂનો જથ્થો મળી આવતા હોબાળો થયો હતો.

પોલીસની તપાસ બાદ કમલેશ દેવીપુજક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અહેવાલ અનુસાર, કમલેશ દેવીપુજક  તબીબોને દારૂની સપ્લાય કરતો હતો. આ અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે. કમલેશના ફોનની તપાસમાં બાદ વધારે માહિતી મળી શકવાની સંભાવના છે.હાલ પોલીસે કમલેશ નામના શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં દારૂ કોઈને દેવા માટે આવ્યો હતો કે કેમ? તેમજ આ દારૂનો જથો કોની પાસેથી પોતે લાવ્યો હતો? અને અગાઉ કોઈ વખત અન્ય કોઈ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે કે કેમ સહીત દિશામાં તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments