Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાંગ જિલ્લાના ખેડુતે સ્ટ્રોબેરીની ખેતીમા આચ્છાદનનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (11:00 IST)
પ્રાકૃતિક ખેતી અપનાવતા સ્ટ્રોબેરીની આવક બમણી થઇ,  ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો
 
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડુત બુધ્યાભાઇ પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરીની ખેતીમા પ્લાસ્ટિક મલ્ચીગનો ઉપયોગ કરતા હતા, પંરતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનુ પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પધ્ધતીનું આચ્છાદન અપનાવી પોતાની ખેતીની આવક બમણી કરી છે. ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા અહીંના આદિવાસી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમા ઝંપલાવ્યુ અને આજે ખુબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનુ ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ વખાણાય છે. 
 
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. જિલ્લામા વર્ષ દરમ્યાન ૧૨ હજાર ૨૫૧ હેક્ટરમા બાગાયતી ખેતી કરવામા આવી છે. ડાંગ જિલ્લામા રસાયણ મુક્ત ખેતીની યોજના અંતર્ગત હેન્ડ હોલ્ડીંગની કામ કરતી સંસ્થાઓ, પ્રાકૃતિક ખેતીની ગામેગામ તાલિમો આપી રહી છે. ડાંગ જિલ્લામા સમયાતંરે ખેડુત તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવવામા આવે છે. પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજી ડાંગ જિલ્લાના મોટા ભાગના ખેડુતો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ચુક્યા છે. 
 
ખેડુતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા, ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ જિલ્લાના વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ મા ૩૨૨૯ લાભાર્થી ખેડુતોની, ૩૫૦૦ હેક્ટર જમીન વિસ્તારની ખેતીને પ્રાકૃતિક ખેતી તરીકે પ્રમાણિત કરી, આ લાભાર્થી ખેડુતોને અત્યાર સુધીમા રૂ. ૩૦૧.૧૦ લાખની સહાય ચુકવવામા આવી છે. આ ઉપરાંત સપુર્ણ રસાયણ મુક્ત યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ મા, ખરીફ સિઝનમા પ્રાકૃતિક ખેતી કરતા ૧૩૪૭૮ ખેડુતોને રૂ.૬૭૫.૭૫ લાખની સહાય આપવામા આવી છે. તથા શિયાળુ સિઝનમા ૪૮૭૩ ખેડુતોને રૂ.૧૧૦.૮૧ લાખની સહાય આપવામાં આવી છે. 
 
આ યોજનામા વર્ષ ૨૦૨૨-૨૩ મા નવી ૪૧૭૦ અરજીઓ મળી છે. ડાંગ જિલ્લાના નાની દબાસ ગામના ખેડૂત બુધ્યાભાઇ પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરતા આવ્યા હતા. જોકે ડાંગ જિલ્લાનુ શીતળ વાતાવરણ સ્ટ્રોબેરી માટે અનુકુળ સાબીત થયુ છે. તેઓ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી રીતે આવક મેળવે છે. પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા લઇ આ વખતે તેઓએ સ્ટ્રોબેરીની ખેતીમા નવતર પ્રયોગ કરીને ઓછા ખર્ચમા વધુ આવક મેળવી છે. 
 
ખેડુતના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગ દ્વારા તેઓને ખેતી ખર્ચના 75 ટકા સરકાર તરફથી આપવામા આવે છે. તેઓએ પોતાની જમીનમા ડ્રીપ ઇરીગેશન પધ્ધતી અપનાવી પાણી બચાવ, ઉંપરાત પ્રાકૃતિક ખેતીનો હકારાત્મક અભિગમ અપનાવી સ્ટ્રોબેરીની ખેતીમા ઓછા ખર્ચ માટે મલ્ચીગ પેપરનો ઉપયોગ કરવાનુ ટાળીને પ્રાકૃતિક આચ્છાદનનો ઉપયોગ કર્યો છે. ૧૦ કિલો ગોબર, ૧૦ કિ.ગોમુત્ર, ૨ કી.ગોળ, ૨ કિ.બેસન લોટ મિશ્રણ, 5 કિ. વડના થડની માટી તેમજ છોડ ઉપર પ્લાસ્ટીકના બદલે ડાંગરની ફરાળીનો ઉપયોગ કરી, આચ્છાદન બનાવી સ્ટ્રોબેરીના છોડ ને ઓર્ગેનિક પધ્ધીથી ખેતીમા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 
 
ખેડુત બુધ્યાભાઇ પવારે વધુમા જણાવ્યુ હતુ કે, ઓર્ગેનિક ખેતી પધ્ધતી અપનાવી તેઓને બાગાયત ખેતીમા બમણો ફાયદો થયો છે. મલ્ચીગ પેપરનો ૧૮૦૦ થી ૧૯૦૦ રૂપિયાનો ખર્ચ હવે બચી જાય છે. ઓર્ગેનિક પધ્ધતી અપવાનતા અળસીયા પણ પેદા થાય છે, અને સ્ટ્રોબેરીના છોડને ખાતર મળી રહે છે. ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીમાટે ખેતીવાડી શાખા હસ્તકની કેન્દ્ર પુરસ્કુત તથા રાજય સરકાર હસ્તકની યોજનાઓનુ અમલીકરણ તથા વિસ્તરણની કામગીરીની, ગ્રામ્યકક્ષા સુધી અમલવારી કરાવવામા આવે છે. કૃષિલક્ષી કાર્યક્રમોની સફળતાના પગલે અહી બુધ્યાભાઇ પવાર જેવા ખેડુતોના આર્થિક, સામાજીક જીવનમા પરીવર્તન આવ્યુ છે. હાલમા અહીના ખેડુતો ઓછામા ઓછા ખેતી ખર્ચે, વધુમા વધુ ઉત્પાદન મેળવતા થયા છે. ખેડુતો પરંપરાગત ખેતી છોડી ને બાગાયતી પાકો અપનાવી વધુ આવક મેળવતા થયા છે. લાભાર્થી ખેડુતનો સંપર્ક નંબર: 94284 94198 છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Rann Utsav 2024-25 ધોરડોમાં કચ્છ રણ ઉત્સવ 2024 નો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ

Parliament Session LIVE : લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવાના સમર્થનમાં 269 અને વિરોધમાં પડ્યા 198 વોટ

Begging- ભીખ માંગવી પડશે ભારે, 1 જાન્યુઆરીથી દાખલ થશે FIR

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

Accident in Bhavnagar - ભાવનગર અકસ્માતમાં 6 ના મોત, દુર્ઘટનામાં 10 ગંભીર ઘાયલ, ડંપરમાં પાછળથી ઘુસી પ્રાઈવેટ ટ્રેવલ્સની બસ

આગળનો લેખ
Show comments