Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ,ઘટના સ્થળે જ મોત નીપજ્યું

Webdunia
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (13:53 IST)
સુરતમાં એક મહિલા ઘરની ગેલેરીમાં સાફ સફાઈ કરતાં નીચે પટકાઈ હતી. ત્રીજા માળેથી પટકાયેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટના ત્રીજા માળેથી એક મહિલા અચાનક નીચે પટકાઈ છે.

અંદાજે 35થી 40 વર્ષની મહિલા ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાયાં હતાં. ત્રીજા માળેથી પટકાતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ-તપાસમાં પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલ્કનીમાં સાફ-સફાઈ કરતાં હતાં. આ દરમિયાન બહારની તરફ સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં.ભારતીબેન નીચે પટકાતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આકસ્મિક બનેલી ઘટનામાં ભારતીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે ઘટના અંગે પરિવારનો સંપર્ક કરી પૂછવામાં આવતાં તેમણે આ અંગે કંઈ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ફ્લેટ નં M/2-304ની બાલ્કનીમાંથી મહિલા નીચે પાર્કિંગમાં પટકાઈ હતી. બાલ્કનીમાં સાફ-સફાઈ કરતાં કરતાં અચાનક નીચે પટકાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના ફ્લેટના પાર્કિંગમાં લગાવવામાં આવેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી, જ્યાં મહિલા અચાનક નીચે પટકાઈ હોવાનું જોવા મળ્યું હતું. મહિલા ત્રીજા માળેથી પટકાતાં સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને ફ્લેટમાંથી તમામ લોકો ભેગા થઈ ગયા હતા.ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી હતી. ત્રીજા માળેથી પટકાઈને મોતને ભેટનારાં ભારતીબેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments