Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે, આવતીકાલે ટ્રાયલ

vande bharat sleeper
Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (14:31 IST)
દેશમાં પ્રથમ વખત અમદાવાદ મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડવા માટે રેલવે વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાડર્ડ ઓર્ગેનાઇઝેશને પશ્ચિમ રેલવેને લીલીઝંડી આપી દીધી છે. જેથી પશ્ચિમ રેલવે 9 ઓગસ્ટ શુક્રવારે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ લેવાશે. હાલમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે જેને 100 ટકા પેસેન્જરો મળી રહ્યા છે.
 
પશ્ચિમ રેલવે ટ્રેનને 130 કિમીની મહત્તમ સ્પીડે દોડાવીને ટ્રાયલ લેશે
વંદે ભારત ટ્રેનને મુસાફરોનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવર જવરને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ કરી છે. 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 130 કિમીની સ્પીડે દોડી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જેથી પશ્ચિમ રેલવે ટ્રેનને 130 કિમીની મહત્તમ સ્પીડે દોડાવીને ટ્રાયલ લેશે. આ ટ્રાયલ દરમિયાન હવામાનની પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવશે. અમદાવાદથી મુંબઇ માંડીને રેલવે સ્ટેશનો સાથે રેલવે ક્રોસિંગ પર આરપીએફના જવાનોને તૈનાત રાખવામાં આવશે, જેથી કરીને આકસ્મિક ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.
 
ટ્રાયલ પહેલાં આ તૈયારીઓ કરવા માટે આદેશ અપાયા
ટ્રાયલ દરમિયાન અપ-ડાઉન લાઇનમાં સમગ્ર રૂટ પર લઘુત્તમ હંગામી ગતિના પ્રતિબંધની ખાતરી કરાશે.પરીક્ષણો મહત્તમ ગતિએ હાથ ધરવામાં આવશે અને તમામ અસ્થાયી અને કાયમી પ્રતિબંધોનું પાલન કરાશે. ટ્રેન સેટની તપાસ સી એન્ડ ડબ્લ્યુની ટીમ કરશે તેમજ 130 કિમી પ્રતિ કલાકે દોડવવાનું સર્ટિફિકેટ મેળવવું તેમજ તમામ કોચની તપાસ હાથ ધરવામાં આવશે. ટ્રેનમાં એકસાથે કામ કરવા સક્ષમ ક્રૂ અને ગાર્ડની જોગવાઈ કરાશે.પેસેજ અને ગ્રીન સિગ્નલ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશનલ ઓફિસરને નિયુક્ત કરવામાં આવશે. ટ્રેનનો સેટ મોંઘા સાધનોથી સજ્જ હશે, તેથી 24 કલાક સુરક્ષા માટે RPF તૈનાત કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments