Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર, વાપીમાં 8 ઇંચ, પારડીમાં 7 ઇંચ, કપરાડા-ઉમરગામમાં છ ઇંચ વરસાદ

Webdunia
શનિવાર, 29 જૂન 2019 (12:05 IST)
રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ, પારડી તાલુકામાં ૧૮૦ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડા તાલુકમાં ૧૫૫ મી.મી. અને ઉમરગામમાં ૧૪૮ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુન ૨૦૧૯ને શનિવારના રોજ સવારે છ કલાક સુધીમાં વલસાડ તાલુકામાં ૧૩૭ મી.મી. એટલે કે પાંચ ઇંચ, કરજણ અને નવસારીમાં ૧૦૪ મી.મી., પલસાણામાં ૯૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો તથા શિહોર-ગણદેવીમાં ૯૭ મી.મી., ધરમપુરમાં ૮૬ મી.મી., ઘોઘામાં ૮૪ મી.મી., લાઠીમાં ૭૯ મી.મી., ભરૂચમાં ૭૮ મી.મી., ખેરગામમાં ૭૭ મી.મી., ધોલેરામાં ૭૩ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
 
આ ઉપરાંત ડભોઇ તાલુકામાં ૭૧ મી.મી., ચોર્યાસીમાં ૭૦ મી.મી., જલાલપોરમાં ૬૭ મી.મી., બાબરા-નેત્રંગમાં ૬૬ મી.મી., ગીરગઢડામાં ૫૩ મી.મી., ભાવનગરમાં ૫૧ મી.મી., માંડવી(સુરત)માં ૫૦ મી.મી. અને વાઘોડિયામાં ૪૯ મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
સુરત શહેર, બોટાદ, મહુવા, હાંસોટ, ઉમરાળા, અંકલેશ્વર, ધોળકા, આંકલાવ, વિસાવદર, ધંધૂકા, ગઢડા, ચીખલી, લીલીયા, જેશર, તળાજા, જાંબુઘોડા, વાગરા, ઉના, સંખેડા અને ગારીયાધાર મળી કુલ ૨૦ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધ પાણી પડ્યું હોવાના અહેવાલો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ૬.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન માત્ર બે કલાકના ગાળામાં ડાંગ જિલ્લાના વઘાઇ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, ખેરગામમાં ત્રણ ઇંચ, વડોદરા-વાસદામાં બે ઇંચ અને આંકલાવ, માંગરોળ, ધરમપુર, નવસારી અને કામરેજમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહવાલો છે. 
 
ઉપરાંત આજ સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ખેરગામ, છોટાઉદેપુર, મહુવા, વઘાઇ અને તિલકવાડામાં બે ઇંચથી વધુ જ્યારે કપરાડા, જેતપુરપાવી, બારડોલી, પલસાણા, પારડી, સુબિર, ધરમપુર, વલસાડ અને ડાંગમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

Year Ender 2024- Celebrity Kids ના આ યુનિક બાળકોના સુંદર નામ રાખવાનો નવો ટ્રેન્ડ

Prawns fry- પ્રોન ફ્રાયનો મસાલેદાર જાદુ: કેરળનો સ્વાદ, તમારા રસોડામાં!

શ્રદ્ધા કપૂરની ગ્લોઈંગ સ્કિનના સીક્રેટ છે મધ અને દહીંથી બનેલુ આ ફેસ માસ્ક જાણો કેવી રીતે વાપરવું

આગળનો લેખ
Show comments