Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, ચાર લોકોનાં મોત થયાં

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (10:14 IST)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોનાં નામ
પટેલ દિનેશભાઈ
ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર
રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર
ગ્યારશીલાલ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments