Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 સિસ્ટમ થઇ સક્રિય, ગુજરાતમાં આંધી સાથે માવઠાની આગાહી, સૌરાષ્ટ્રમાં વાદળો છવાયા

Webdunia
શનિવાર, 4 માર્ચ 2023 (08:13 IST)
દેશનું હવામાન બદલાઇ રહ્યું છે. સમગ્ર દેશમાં 3 સિસ્ટમ સક્રિય છે. જેના કારણે એક તરફ અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા જોવા મળી રહી છે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. 10 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી તરફ 4 માર્ચ બાદ ફરી એકવાર હવામાનમાં ભારે ફેરફાર જોવા મળશે. હોળીના દિવસ પહેલા ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે. બીજી તરફ મધ્ય ભારતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વાદળોની અવરજવર ચાલુ રહેશે. આ સાથે જ સવાર-સાંજ ગુલાબી ઠંડીનો દસ્તક જોવા મળશે. ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત હરિયાણા અને પંજાબમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. 6 માર્ચ સુધી ચાલુ રહેશે. 8મી માર્ચે નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાનમાં ફરીથી મોટા ફેરફારો જોવા મળી શકે છે.
 
મહારાષ્ટ્ર ગુજરાત ગોવામાં વરસાદી ગતિવિધિ
દેશમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે. એવામાં મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં 8મી માર્ચ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં 4 અને 5 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તાપમાનમાં બે થી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
 
જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને તડકો સહન કર્યા બાદ સાંજના સમયે વાદળો છવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે. 5 માર્ચના રોજ પોરબંદર- કચ્છમાં અને 6 માર્ચના રોજ અમરેલી, ભાવનગરમાં માવઠું થાય તેવી સંભાવના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ સૂકા પવનો ફૂંકાશે. 
 
રાજસ્થાન મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય છે, આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના હવામાનમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. રાજધાની ભોપાલ સહિત સતના અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. આ સિવાય જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આકાશ વાદળછાયું છે. ઠંડીની તીવ્રતામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે, જ્યારે રાજસ્થાનમાં વાવાઝોડા દરમિયાન ભારે પવનની આગાહી જારી કરવામાં આવી છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 15 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 4 થી 5 દિવસ સુધી વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી જારી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments