Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસાધ્ય રોગથી પિડાતા કાળજાના કટકા માટે પિતાએ પીએમ મોદી પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યુ

અસાધ્ય રોગ
Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (17:15 IST)
અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના દીકરાના ઈચ્છા મૃત્યુ માટે સાવરકુંડલાના દિનેશભાઈ મૈસુર્યાએ એક જ વર્ષમાં પીએમને ફરી પત્ર લખ્યો છે. આ વખતે તેમણે પત્ર દીકરાની સારવારમાં કોઈ કચાશની ફરિયાદ કરવા નહીં, પરંતુ પોતાના દીકરાને દયા મૃત્યુ આપવાની વિનંતી કરવા લખ્યો છે. મગજની અસાધ્ય બીમારીથી પીડાતા દીકરાને રોજેરોજ દર્દથી કણસતો જોવો આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. 

તેમના દીકરાને દર 10 મિનિટે જોરદાર આંચકી આવે છે. દિનેશભાઈનો 12 વર્ષનો દીકરો પાર્થ સબક્યુટ સ્ક્લેરોસિંગ પેનીનેસ્કિફાલિટીસ (SSPE)થી પીડાય છે, જે મગજનો દુર્લભ રોગ છે. જેના કારણે દર્દીને અચાનક આંચકી આવતી રહે છે, અને દર્દીનો પોતાના હાથપગના હલનચલન પર કોઈ કાબૂ નથી રહેતો.  આ પરિવારે પીએમ મોદીને મદદ માટે પત્ર લખ્યો ત્યાર બાદ પીએમ ઓફિસની સૂચના બાદ પાર્થને દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.  ડોક્ટરોનું કહેવું છે કે, પાર્થને જે રોગ થયો છે તેનો કોઈ ઈલાજ નથી.  દિનેશભાઈ જણાવે છે કે, ‘મેં પાર્થને ડોક્ટરોને રિસર્ચ માટે સોંપી દીધો છે, જેથી તેઓ આ રોગની દવા તૈયાર કરી શકે. જોકે, તેની કોઈ દવા હાલ ઉપલબ્ધ ન હોવાથી મેં પાર્થ માટે દયા મૃત્યુની માગ કરી છે.’ પરંતુ, દેશના કાયદા અનુસાર, ઈચ્છા મૃત્યુને કોઈ અવકાશ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments