Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જ જોડાયેલો છું અને રહીશ: કેશુભાઈ

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2014 (17:19 IST)
P.R
ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલ ભાજપમાં પુન: જોડાઈ રહ્યાની છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી તથા કેશુભાઈ પણ પાર્ટીની બેઠકોમાં ગેરહાજર રહેતા હોવાના મુદ્દે કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી હતી.

આ મુદ્દે આજે ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણીઓએ ગાંધીનગરમાં કેશુભાઈ પટેલ સાથે જ તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જ જોડાયેલો છું અને રહીશ અને આગામી ચૂંટણીમાં માર્ગદર્શક બનીને જ કામ કરીશ. કેશુભાઈ પટેલે આપેલી હૈયાધારણ બાદ ગુજરાત પરિવર્તન પાર્ટીની કારોબારીની બેઠક આગામી તા. ૨૫મી જાન્યુઆરીના રોજ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના માળખાની પુન:રચના કરવામાં આવશે.

ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલના બંગલે જ તેમની સાથે પાર્ટીના પદાધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેશુભાઈ પટેલે જીપીપીની સાથે જ છે અને રહેવાના છે તેવી હૈયાધારણા આપી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments