Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવાનો કાલે શિલાન્યાસ

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2013 (11:35 IST)
P.R

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્ય સ્મારણાંજલિ આપવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેમચ્યુલ ઓફ યુનીટી'નું સરદાર સરોવર બંધ પાસે નિર્માણ થશે. સરદારની જન્મ‘જયંતિ ૩૧મી ઓકટોબરના રોજ મુખ્યુ મંત્રી શ્રી નરેન્દ્રનભાઈ મોદીના હસ્તેા ‘‘સ્ટેઉચ્યુ્ ઓફ યુનીટી''ની શિલારોપણ વિધિ કરાશે. સરદાર સરોવર બંધથી ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુબેટ પર તેનું નિર્માણ કરવામાં આવશે. આ સ્થીળ વૈશ્વિક પર્યટન સ્થિળ તરીકે ભરી આવશે સાથે સાથે તા. ૩૧મી ઓકટોબર, ર૦૧૩ના રોજથી આ પ્રતિમાના નિર્માણ માટે રાષ્ટ્રઆભરના ખેડૂતો પાસેથી ખેતીના જૂના ઓજારો એકત્રિત કરવા માટેના ખાસ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં અજોડ બની રહેનારી આ પ્રતિમાને યોગ્યન અને અત્યંાત સાર્થક બની રહે તેનું નામ આપવામાં આવ્યુંગ ‘‘સ્ટેાચ્યુે ઓફ યુનીટી'' ૧૮ર મીટરની ઉંચાઇ સાથેની આ પ્રતિમા સમગ્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે. તે વિશ્વપ્રસિદ્ધ અમેરિકાની સ્વયતંત્રતા દેવીની પ્રતિમા ‘‘સ્ટેિચ્યુવ ઓફ લીબર્ટી''ની ઉંચાઇથી આશરે ત્રણ ગણી ઉંચાઇ ધરાવતી હશે.

સરદાર સરોવર બંધથી નીચાણવાસમાં ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુ બેટ પર તેનું નિર્માણ કરવામાં આવનાર છે. પી.પી.પી. મોડેલ અંતર્ગત તેનું નિર્માણ કરાશે. આ પ્રતિમા સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ માટે પણ એક યોગ્યી માળખું પુરું પાડશે.

સરદાર સરોવર બંધના નયનરમ્યસ દ્રશ્યુને નિહાળવાનો લ્હાંવો અહીંથી ૪પ૦ ફુટની ઉંચાઇએ આવેલી દર્શક ગેલેરીમાંથી પ્રવાસીઓને મળશે. અહીં સર્વગ્રાહી ઓડિયો-વિઝયુઅલ ગેલેરી, સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતો લેઝર-લાઇટ એન્ડશ સાન્ડર શો, સરદાર સરોવર યોજનાના વિવિધ પાસાંઓને પરિચય આપતી વર્ચ્યુલઅલ ટુર, કૃષિ વિકાસ, જળ નિયમન આદિજાતિ ત્થાવન જેવા વિષયો સંદર્ભે સંશોધન તથા વિકાસની પ્રવૃત્તિઓ માટેનું માળખું નિર્માણ થશે.
P.R

સરદાર વલ્લભભાઈ પટેલની દુરંદેશિતા તથા કાર્યોનો પરિચય આપતું મ્યુશઝિયમ અને પ્રદર્શન કેન્દ્રં પ્રતિમાના મુખ્યન આકર્ષણો રહેશે. મુલાકાતીઓને સ્માયરક સુધી લાવવા-જવા માટે ફેરી સર્વિસની વ્યદવસ્થામ પણ કરવામાં આવનાર છે.

પ્રતિમાના નિર્માણ માટે અત્યાવધુનિક અને દીર્ઘકાલીન સાબિત થાય એવી ડિઝાઇ અને ટેકનોલોજીનો પયોગ થશે. સ્ટ્ર્કચરલ સ્ટીઅલ ફ્રેમવર્કથી બનેલી આ પ્રતિમા હવામાન સામે ટકી રહે તથા તેની ડિઝાઇન ભારે પવન એ ભૂકંપ પ્રતિરોધક હશે. વિન્ડી લોડ પ્રતિકાર કરી શકે તે માટે ડેમ્પેર તથા પર્ફોરિટેડ પેનલનો પયોગ પણ આ પ્રતિમાના નિર્માણમાં થશે.

મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કહે છેઃ ‘‘આ પ્રતિમાની ઉંચાઇ કેવળ મીટર કે ફૂટમાં નહીં પરંતુ શૈક્ષણિક, ઐતિહાસિક, રાષ્ટ્રી ય અને આધ્યા ત્મિપક મૂલ્યો ના સંદર્ભમાં પણ અધિક હશે. મારું સ્વ પ્ન આવાનારી સદીઓ માટે આ સ્થહળને એક પ્રેરણાષાોતના સ્વ રૂપમાં વિકસીત કરવાનું છે.''

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

'રાષ્ટ્રીય એકતા દિવસ' પર PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા, કહ્યું- 'સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપશે'

National Unity Day 2024 : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પર જાણો લોખંડી પુરૂષ વિશે 10 ખાસ વાતો

Show comments