Webdunia - Bharat's app for daily news and videos

Install App

બગડેલી કારમાં લાશ ગોઠવી કાર ગેરેજમાં મોકલી

Webdunia
ગુરુવાર, 23 એપ્રિલ 2015 (17:52 IST)
અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે ગેરેજમાં રિપેરિંગમાં માટે આવેલી એક કારમાં યુવકની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની લાશને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે ત્યારે સરદારનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય  છેકે નરોડા વિસ્તારમાં આવેલી કચ્છી સમાજની વાડી પાસે એક ગેરેજ આવેલું છે જેમાં ક્રિમ કલરની કાર જેનો નંબર જીજે.1.એચડી.7611 છે તેમાં એક યુવકની લાશ હતી સ્થાનિકો દ્વારા આ ગાડીમાં લાશ જોવામાં આવી હતી જેમણે તાત્કાલીક પોલીસને ફોન કરીને જાણ કરી હતી ધટનાની જાણ થતા સરદારનગર  અને નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ કાર નરોડાના રહેવાસી રાજુ પટેલ ઉર્ફે રાજુ દૂધવાળાની છે જેમણે છેલ્લા એક મહિનાથી તેમની આ કાર રિપેર કરાવવા માટે ગેરેજમાં મૂકી હતી પોલીસે ગેરેજના માલિકની પૂછપરછ પણ કરી પરંતુ ગાડીમાં પડેલી મૃત્કની લાશ કોની છે તે રહસ્ય હજુ સુધી અંકબધ છે.

પોલીસે આ યુવક કોણ છે અને શા માટે ગાડીમાં આવ્યો કે પછી તેની હત્યા કરીને લાશ ગાડીમાં મૂકવામાં આવી આવા અનેક પાસાં શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળે કે આ યુવકનું મોત કઇ રીતે થયું છે જોકે પોલીસે પ્રાથમિક તપાસમાં આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે શોધવાની કવાયત હાથ ધરી છે.

મોડી રાતે સરદાર નગર પોલીસ અને નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી પંરતુ સરદારનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ  કરી છે જેમાં પોલીસ ઇન્સ્પેકટર કે.કે.પટેલ જણાવે છે આ યુવક કોણ છે તેની તપાસ થઇ રહી છે ત્યારે લાશ ઉપર કોઇ પણ ઇજાનાં ચિન્હ નથી પડ્યાં ત્યારે પ્રાથમિક તપાસમાં આ યુવકનું ગુંગળાવવાથી મોત થયું હોવાનું માલૂમ પડે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

વધુ જુઓ..

નવીનતમ

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Show comments