Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિધ્ધનાથ વીર ગોગાદેવ

નાથ સંપ્રદાયના મહાન યોગી

Webdunia
રાજસ્થાનના સિધ્ધોના સંબંધમાં એક ચર્ચિત દોહો છે.
' પાબૂ, હડબૂ, રામદે, માંગલિયા, મેહા. પાંચૂ પીર પધારજો, ગોગાજી જેહા.

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ સિધ્ધ અને વીર ગોગાદેવના મંદિર, જ્યાં પર બધા ધર્મ અને સંપ્રદાયના લોકો માથું ટેકવાને માટે દૂર-દૂરથી આવે છે. નાથ પરંપરાના સાધુઓને માટે આ સ્થળ ઘણું મહત્વનુ છે.

મધ્યકાલીન મહાપુરૂષ ગોગાજી હિન્દુ, મુસલમાન, સિખ, સંપ્રદાયની શ્રધ્ધા મેળવીને એક ધર્મનિરપેક્ષ લોકદેવતાના નામથી પીરના રૂપમાં પ્રસિધ્ધ થયા. ગોગાજીનો જન્મ રાજસ્થાનના દદરેવા (ચુરુ) ચૌહાણ વંશના રાજપૂત શાસક જેબ્રરની પત્ની બાછલના ગર્ભમાંથી ગુરૂ ગોરખનાથના વરદાનથી ભાદરવા સુદ નવમીના દિવસે જનમ્યા હતા. ચૌહાણ વંશના રાજપૂત શાસક જૈબરની પત્ની બાછલના ગર્ભમાંથી ગુરૂ ગોરખનાથના વરદાનથી ભાદરવા સુદ નવમીના રોજ થયો હતો. ચૌહાણ વંશમાં રાજા પૃથ્વીરાજ ચૌહાણના પછી ગોગાજી વીર અને પ્રખ્યાત રાજા હતા. ગોગાજીનુ રાજ્ય સતલુજથી હાંસી(હરિયાણા) સુધી હતુ.
W.D

લોકમાન્યતા અને લોકકથાઓ મુજબ ગોગાજીના સાંપોના દેવતાના રૂપમાં પણ પૂજવામાં આવે છે. લોકો તેમણે ગોગાજી ચૌહાણ, મુગ્ધા, જાહિર વીર અને જાહિર પીરના નામે ઓળખે છે. આ ગુરૂ ગોરખનાથના મુખ્ય શિષ્યોમાંથી એક હતા. રાજસ્થાનના છ સિધ્ધોમાં ગોગાજીને સમયની દ્રષ્ટિએ પ્રથમ માનવામાં આવ્યા છે.

જયપુરથી લગભગ 250 કિમી. દૂર આવેલ સાદલપુરના દત્તખેડામાં ગંગાદેવજીનુ જન્મ સ્થાન છે. ગોગાદેવની જન્મભૂમિ પર આજે પણ તેમના ઘોડાનુ અસ્તબલ છે અને સેકડો વર્ષ વીતી ગયા, પરંતુ તેમના ઘોડાની રકાબ હજુ પણ ત્યાં જ આવેલી છે. ઉપરના જન્મસ્થળ પર ગુરૂ ગોરખનાથનો આશ્રમ પણ છે અને ત્યાં જ છે ગોગાદેવની ઘોડા પર સવાર મૂર્તિ. ભક્તો આ સ્થળ પર ભજન-કીર્તન કરતા આવે છે અને જન્મ સ્થળ પર બનેલ મંદિર પર માથું ટેકવીને બાધા રાખે છે.
W.D

જન્મ સ્થળથી જ લગભગ 80 કિમી.ના અંતરે આવેલુ છે હનુમાનગઢ જિલ્લાના નોહર ઉપખંડમાં આવેલ ગોગાજીનુ પાવન ધામ ગોગામેડીમાં ગોગાજીનું સમાધિ સ્થળ, જે સાંપ્રદાયિક સંપ્રદાયનો અનોખું પ્રતિક છે, જ્યાં એક હિન્દૂ અને એક મુસ્લિમ પૂજારી ઉભા રહે છે. શ્રાવણ શુક્લ પૂર્ણિમાથી લઈને ભાદરવા શુક્લ પૂનમ સુધી ગોગા મેડીના મેળામાં વીર ગોગાજીની સમાધિ તથા ગોરખટીલા ખાતે ગુરૂ ગોરખનાથના ધૂન પર શીશ ઝુકાવીને ભક્તજનો મન્નતો માંગે છે. 'ગોગા પીર' અને 'જાહર વીર'ના જયકારોની સાથે વીર ગોગાજી અને ગુરૂ ગોરખનાથના પ્રત્યે ભક્તિની અવિરલ ધારા વહે છે. ભક્તજન ગુરૂ ગોરખનાથના ટીલા પર જઈને શીશ નમાવે છે, પછી ગોગાજીની સમાધિ પર આવીને ધોક આપે છે.

પ્રદેશની લોક સંસ્કૃતિમાં ગોગાજીના પ્રત્યે અપાર આદરભાવ જોતા કહેવામાં આવ્યુ છે કે 'ગામ ગામમાં ખેજડીમ ગામ ગામમાં ગોગા' વીર ગોગાજીનો આદર્શ વ્યક્તિત્વ ભક્તજનોને માટે સદૈવ આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે.
વિદ્વાનો અને ઈતિહાસકારોએ તેમના જીવનને શોર્ય, ધર્મ, પરાક્રમ અને ઉચ્ચ જીવન આદર્શોનુ પ્રતીક માને છે. આ વખતની યાત્રા તમને કેવી લાગી જણાવો.
W.D

કેવી રીતે પહોંચશો :

હવાઈમાર્ગ - ગોગાદેવ જન્મભૂમિ સ્થળની સૌથી નજીક જયપુર હવાઈ મથક છે.
રેલવે માર્ગ - જયપુરથી લગભગ 250 કિમી. દૂર આવેલ સાદલપુર સુધી ટ્રેન દ્વારા જઈ શકાય છે.
રોડ દ્વારા - જયપુર દેશના બધા રાષ્ટ્રીય માર્ગથી જોડાયેલો છે. જયપુરથી સાદલપુર અને સાદલપુરથી 15 કિમી. ના અંતરે દત્તખેડામાં ગોગાજીના જન્મસ્થળ સુધી બસ કે ટેક્સી થી જઈ શકાય છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments