Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવાસ ટેકરીવાળી માતા

જ્યાં બિરાજમાન છે બે માતાઓ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં...

Webdunia
W.D
ધર્મયાત્રામાં આ વખતે દર્શન કરો જગ પ્રસિધ્ધ દેવાસવાળી માતાના. દેવાસ ટેકરી પર આવેલ માઁ ભવાનીનુ આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. લોક માન્યતા છે કે આ દેવીમાઁના બે સ્વરૂપો પોતાની જાગૃત અવસ્થામાં છે. આ બંને સ્વરૂપોને નાની માતા અને મોટી માતાના નામથી ઓળખવામાં આવે છે. મોટી માતાને તુળજા ભવાની અને નાની માતાને ચામુંડા દેવીનુ સ્વરૂપ માનવામાં આવે છે.

ફોટોગેલેરી માટે ક્લિક કરો

અહીંના પૂજારીનુ કહેવુ છે કે મોટી માઁ અને નાની માઁ ની વચ્ચે બહેનનો સંબંધ હતો. એક વાર બંને બહેનોમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો... વિવાદથી ક્ષુબ્દ થયેલી બંને માતાઓ પોતાનુ સ્થાન છોડીને જવા લાગી. મોટી માતા પાતાળમાં સમાવવા લાગી અને નાની માતા પોતાના સ્થાન પરથી ઉભી થઈ ગઈ... અને ટેકરી છોડીને જવા લાગી. માતાઓને ક્રોધિત જોઈ તેમના મિત્રો (કહેવાય છે કે હનુમાનજી માતાની ધ્વજા લઈને આગળ અને ભેરુબાબા માઁ નુ કવચ બનીને માતાઓની પાછળ ચાલે છે) હનુમાન ભગવાન અને ભેરુબાબાએ તેમને ગુસ્સો શાંત કરીને રોકાવવાની વિનંતી કરી. ત્યારસુધી તો માતાનુ ધડ પાતાળમાં સમાઈ ચૂક્યુ હતુ, તે એ જ સ્થિતિમાં ટેકરીમાં રોકાઈ ગયા. બીજી બાજુ મોટી માતા ટેકરી પરથી નીચે ઉતરી રહી હતી. તે રસ્તામાં અવરોધ આવતા વધુ ગુસ્સે થઈ ગઈ અને જે અવસ્થામાં નીચે ઉતરી રહી હતી એ જ અવસ્થામાં ટેકરી પર રોકાઈ ગઈ.
IFM

આ રીતે આજે પણ માતાઓ પોતાના આ જ સ્વરૂપોમાં દેવાસની ટેકરી પર બિરાજમાન છે. અહીંના લોકોનુ કહેવુ છે કે માતાઓની આ મૂર્તિઓ સ્વયંસિધ્ધ છે અને જાગૃત સ્વરૂપમાં છે. સાચા મનથી અહીં જે પણ માનતા માંગે છે, તે હંમેશા પૂરી થાય છે. આ સાથે જ દેવાસના સંબંધમાં એક બીજી લોક માન્યતા એ છે કે આ પહેલુ એવુ શહેર છે કે જ્યાં બે વંશ રાજ કરતા હતા - પહેલો હોલકર રાજવંશ અને બીજો પવાર રાજવંશ. મોટી માતા તુળજા ભવાની હોલકર વંશની કુળદેવી છે અને નાની માતા ચામુંડા દેવી પવાર વંશની કુળદેવી.

ટેકરીમાં દર્શન કરનારા શ્રધ્ધાળુઓ મોટી અને નાની માતાની સાથે સાથે ભૈરવબાબાના દર્શન કરવા અનિવાર્ય માને છે. નવરાત્રીના દિવસે અહીં દિવસ રાત લોકોની ભીડ લાગેલી રહે છે. આ દિવસો દરમિયાન માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

કેવી રીતે જશો ?
W.D

હવાઈમાર્ ગ - અહીંનુ નજીકનુ હવાઈ મથક મધ્યપ્રદેશની વ્યવસાયિક રાજધાની કહેવાતી ઈન્દોર શહેરમાં આવેલ છે.
રોડમાર્ ગ - આ શહેર રાષ્ટ્રીય રાજમાર્ગ આગ્રા-મુંબઈ સાથે જોડાયેલો છે. આ માર્ગ માતાની ટેકરીની પાસે થઈને જ જાય છે. આના નજીકનુ મોટુ શહેર ઈન્દોર છે, જે અહીંથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલુ છે. ઈન્દોરથી તમે બસ કે ટેક્સી લઈને દેવાસ જઈ શકો છો.
રેલ્વેમાર્ ગ - ઈન્દોર શહેરમાં રેલમાર્ગ મોટા પાયે વિક્સેલુ છે. ઈન્દોર આવીને તમે ટ્રેન દ્વારા દેવાસ જઈ શકો છો.

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Show comments