Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન સિધ્ધ પવિત્ર સ્ર્થળ બાવનગજા

ભીકા શર્મા
W.D
ધર્મયાત્રામા અમે આ વખતે ત મન ે લઈ જઈએ છીએ વિશ્વ પ્રસિધ્ધ જૈન સિધ્ધ ક્ષેત્ર બાવનગજા (ચૂલગિરી)માં. અહીં તાજેતરમાં જ આ શતાબ્દીનો પહેલો મહામસ્તકાભિષેક પુરો થયો છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાથી 8 કિ,મી દૂર આવેલ છે. આ પવિત્ર સ્થળમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવજી (આદિનાથ)ની 84 ફૂટ ઉંચી ઉત્તુંગ મૂર્તિ છે. સતપુડાની મનોરમ ટેકરીઓમાં આવેલ આ મૂર્તિ ભૂરા રંગની છે અને એક જ પત્થરને કંડારીને બનાવવામાં આવી છે. સેંકડો વર્ષોથી આ દિવ્ય મૂર્તિ અહિંસા અને પરસ્પર સદ્દભાવનો સંદેશ આપતી આવી છે.

ઈતિહા સ : સતપુડાની તળેટીમાં આવેલ ભારતની સૌથી મોટી મૂર્તિનુ નિર્માણ ક્યારે થયુ હતુ આ વાતનો ક્યાય ઉલ્લેખ નથી, પરંતુ આ વાતનો પુરાવો છે કે આ મૂર્તિ 13મી શતાબ્દીના પહેલાની છે. એક શિલાલેખના મુજબ સંવત 1516માં ભટ્ટારક રતનકીર્તિએ બાવનગજા મંદિરનું જીર્ણોધ્ધાર કરાવ્યો અને મોટા મંદિરની પાસે 10 જિનાલય બનાવ્યા હતા.

W.D
મુસ્લિમ રાજાઓના શાસનકાળ દરમિયાન આ મૂર્તિ ઉપેક્ષાનો શિકાર બની અને ગરમી, વરસાદ અને ઝડપી હવાઓના લપેટમાં આવવાથી ખૂબ જ જર્જર થઈ ગઈ. જ્યારે દિગંબર જૈન સમુહનુ ધ્યાન આ તરફ ગયુ તો તેમણે ભારતીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને એંજીનિયરોની સાથે મળીને મૂર્તિનો જીર્ણોધ્ધાર કરવાની યોજના બનાવી. વિક્રમ સંવત 1979માં મૂર્તિનો જીર્ણોધ્ધાર થયો અને તેનો ખર્ચો લગભગ 59000 આવ્યો. આ જીર્ણોધ્ધારમાં મૂર્તિની બંને બાજુ ગેલેરી બનાવી દેવામાં આવી અને તેને તડકાથી અને વરસાદથી બચાવવા માટે તેની ઉપર 40 ફૂટ લાંબા અને 1.5 ફૂટ પહોળા ગર્ડર નાખીને ઉપર તાંબાના પતરાની છત બનાવી દેવામાં આવી.

મૂર્તિનો આકાર
W.D
કુ લ ઉંચાઈ 84 ફૂટ
બંને હાથની વચ્ચેનો વિસ્તા ર 26 ફૂટ
હાથની લંબાઈ 46 ફુટ 6 ઈંચ
કમરથી એડીની લંબાઈ 47 ફી ટ

માથાની પરિધ િ 26 ફૂટ
પગની લંબાઈ 13 ફૂટ 9 ઈં ચ
નાકની લંબાઈ 3 ફૂટ 3 ઈં ચ
આઁખની લંબાઈ 3 ફૂટ 3 ઈંચ
કાનની લંબા ઈ 9 ફૂટ 8 ઈંચ
બંને કાન વચ્ચેનુ અંત ર 17 ફૂટ 6 ઈંચ
પગની પહોળા ઈ 5 ફૂટ 3 ઈંચ

મહામસ્તકાભિષે ક : લગભગ 17 વર્ષ પછી સંપન્ન આ મહામસ્તકાભિષેક સમારંભ 20 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ચાલ્યુ અને આ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ અહીં આવીને આ દિવ્ય દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરી લીધુ.

W.D
મહામસ્તકાભિષેકમાં જળ, દૂધ અને કેસરનો પ્રયોગ કરવામાં આવ્યો. દૂઘાભિષેકમાં જ્યારે દૂધની ધારાઓ આદિનાથજીના મસ્તકથી તેમના ચરણોની તરફ વધી રહ્યા હતો ત્યારે શ્રધ્ધાળુઓ ભક્તિમાં ભાવવિભોર થઈ ગયાઅ અને ભજનની ધૂન પર નાચવા લાગ્યા. ત્યાં જ કેસરના અભિષેકે સંપૂર્ણ પ્રતિમાનુ સ્વરૂપ કેશરી કરી નાખ્યુ. દરેક આ પવિત્ર તકનો લાભ લેવા માંગતા હતા.

બાવનગજાના વૈભવે સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા અને ભક્તિ, આસ્થા અને આશ્ચર્ય પોતાની ચરમ સીમા સુધી પહોંચી ગયુ હતુ. આ આકર્ષણથી બાવનગજા ક્ષેત્રના વનવાસી પણ પોતાની જાતને દૂર ન રાખી શક્યા અને પહાડો પર જેને જ્યાં જગ્યા મળી ત્યાં જ બેસીને આ ભવ્ય દ્રશ્યને નિહારતા રહ્યા.

સોંદર્ ય : બડવાનીથી બાવનગજા સુધીનો રસ્તો સુંદર ટેકરીઓની વચ્ચે થઈને જતો હતો. વરસાદના દિવસોમાં કેટલાય પ્રાકૃતિક ઝરણાઓ ફૂટી નીકળે છે, જેનાથી બાવનગજાનુ પ્રાકૃતિક સોંદર્ય જોવા જેવુ થાય છે.

મોટાભાગના પર્યટકો વરસાદના દિવસોમાં બાવનગજાના સોંદર્યથી સમ્મોહિત થઈને અહીં ખેંચ્યા ચાલ્યા આવે છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે બાવનગજા(ચૂલગિરિ)ને ધાર્મિક પર્યટન સ્થળ જાહેર કર્યુ છે.

W.D
કેવી રીતે જશો ? ઈન્દોર(155કિમી), ખંડવા(180 કિમી) થી બસ અને ટેક્સીની સગવડ છે.
નજીકનુ એરપોર્ટ - દેવી અહિલ્યા હવાઈ મથક ઈન્દોર(155 કિમી)

ક્યા રોકાશો ? બાવનગજામાં ટેકરીઓની તળેટીમાં 5 ધર્મશાળાઓ છે જેમાં લગભગ 50 રૂમ છે. બડવાનીમાં રોકાવવા માટે દરેક વર્ગની સુવિધાના મુજબ રોકાવવા માટે હોટલ અને ધર્મશાળાઓ છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments