Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરલનું અદ્દભુત સેંટ મેરી ચર્ચ

મુટ્ટમનું દિવ્ય મંદિર 'મધર' મેરી ચર્ચ

Webdunia
P.R
ક્રિસમસ એ પવિત્ ર દિવસ છે, જ્યારે મધર મેરીના ગર્ભમાંથી પ્રભુના સંતાન ઈશુનો જન્મ થયો હતો. આ દિવસે સમગ્ર વિશ્વમાં પ્રભુ પુત્ર ઈશુની પ્રાર્થના તેમની માતા મધર મેરી સાથે કરવામાં આવે છે, તેથી ક્રિસમસના તહેવાર પર 'વેબદુનિયા' તમારા માટે લાવ્યું છે કેરલનું ઐતિહાસિક ચર્ચ. આ ચર્ચ પ્રભુ ઈશુની મધર મેરીના સન્માનમાં બનાવવામાં આવ્યુ હતુ.

ઈ.સ 1023માં બનાવવામાં આવેલુ આ ચર્ચ લગભગ 900 વર્ષ જુનુ છે. આ ચર્ચનુ સ્થાપત્ય પુર્તગાલી શૈલીમાં બનાવવામાં આવ્યુ છે. ચર્ચની અંદર સ્થાપિત મધર મેરી અને અમલોલભવ માતાની મૂર્તિ ફ્રાંસથી મંગાવવામાં આવી હતી. મૂર્તિમાં મધર મેરીના અદ્દભુત સ્વરૂપને કંડારવામાં આવ્યુ છે.

આ ચર્ચને ચિરથલ્લા મુટ્ટમ સૈટ મેરી ફૈરોના ચર્ચના નામથી ઓળખવામાં આવે છે. ચિરથલ્લા એક નાનુ શહેર છે, જે કેરલની એલાપુજા નામના જિલ્લામાં આવે છે. પ્રાચીન સમયથી આ શહેર કેરલના મુખ્ય વ્યાપારિક કેન્દ્રોમાંથી એક હતુ. એવુ માનવામાં આવે છે કે આ શહેરને જ્યૂસ લોકોએ વસાવ્યુ હતુ.

P.R
કહેવાય છે કે સૌથી પહેલા સંત થોમસ કેરલમાં ઈશુના સંદેશાનો પ્રચાર પ્રસાર કરવા આવ્યો હતો. તેમણે જ સૌથી પહેલા કેરલમાં સાત ચર્ચોની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઈસાઈ ઘર્મમાં વિશ્વાસ કરનારા લોકોની સંખ્યા વધવા લાગી અને તેમણે આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચની સ્થાપના કરી લીધી. ચિરથલ્લામાં બનાવવામાં આવેલુ મુટ્ટમ ચર્ચ તેમાંથી એક છે.

સૈટ મેરી મુટ્ટમ ચર્ચ મધર મેરીના એ શ્રેષ્ઠ ચર્ચોમાંથી એક છે, જ્યાં દરેક ધર્મના લોકો મધર મેરીની પૂજા અર્ચના કરવા આવે છે. માન્યતા છે કે ચર્ચમાં સ્થાપિત અમલોલભવ માતા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. તેમને દુ:ખોથી દૂર રાખે છે.

અહીંના લોકો એ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હોય,તેના દરેક નવા કામની શરૂઆત કરતા પહેલા ચર્ચ આવીને મધર મેરી પાસેથી પોતાના કામને સફળ કરવાની પ્રાર્થના કરે છે. કોઈ બાળકની જેમ પોતાની ખુશી અને દુ:ખને વહેંચવા માટે માઁ ના દરવાજે ચાલ્યા આવે છે. અહીંના લોકોનું માનવુ છે કે પવિત્ર માતા તેમન ા અને ઈશા મસીહની વચ્ચે એક સારી મધ્યસ્થની ભૂમિકા ભજવે છે અને તેમની દરેક ઈચ્છાને ઈશુ સુધી પહોંચાડે છે.

P.R
મધર મેરીને વર્જિન્ મેરી માનવામાં આવે છે. આ વાત સૌથી પહેલા પોપ છઠેએ કહી હતી. મધર મેરીનો જન્મ દિવસ આઠ ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. મુટ્ટમ ચર્ચમાં આઠ ડિસેમ્બર પછી આવનારા પહેલા રવિવારે મધર મેરીનો જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે સિવાય બીજો મુખ્ય ફીસ્ટ 8 જાન્યુઆરીના દિવસે મુટ્ટમ ચર્ચમાં મનવવામાં આવે છે. મધર મેરી અને જીજસ ક્રાઈસ્ટની મૂર્તિઓનું સરધસ કાઢવામાં આવે છે.

મધર મેરી કે મરિયમને માનવતાની દેવી માનવામાં આવે છે. અહીંના લોકોનું માનવુ છે કે તે માઁ છે, પ્રભુ ઈશુ અને અમારી વચ્ચેની કડી. માઁ જેવી રીતે પોતાના બાળકોનું ભલું કરે છે, તેવી જ રીતે મધર મેરી પણ સૌનો ખ્યાલ રાખે છે. તેથી અહીં ફક્ત ઈસાઈ જ નહી, પરંતુ દરેક ધર્મના અનુયાયી આવે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments