Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેજુરીનુ ખંડોબા મંદિર

Webdunia
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ જેજુરીના ખંડોબા મંદિરમાં. મહારાષ્ટ્રનુ જેજુરી ખંડોબાના મંદિર માટે સુપ્રસિધ્ધ છે. મરાઠીમાં આને ખંડોબાચી જેજુરી તરીકે ઓળખવામાં આવે છે. જેજુરીના ભગવાન - મ્હાળસાકાંત કે મલ્હારી માર્તડ - ધનગર સમુદાયના લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે. ઘનગર મહારાષ્ટ્રની સૌથી જૂની જાતિઓમાંથી એક છે. ખંડોબાને તેઓ પોતાના કુળદેવતાના રૂપમાં પૂજે છે. મરાઠા પરંપરાના મુજબ વિવાહ પછી નવદંપતિને ખંડોબાના મંદિરમાં આવવુ અત્યંત જરૂરી હોય છે.

જેજૂરી-પૂને. બેંગલુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફલટન નામના શહેર પાસે આવેલુ છે, જેજુરી પુરંદર જિલ્લા હેઠળ આવે છે. પુરંદર પોતાના ઐતિહાસિક કિલ્લા માટે જાણીતુ છે. ખંડોબાનુ મંદિર એક નાનકડી પહાડી પર આવેલુ છે, જ્યાં પહોંચવા માટે લગભગ બસો જેટલી સીડીઓ ચઢવી પડે છે. પહાડીથી સંપૂર્ણ જેજોરીનુ મનમોહક દ્રશ્ય જોવા મળે છે. ચઢાઈ કરતી વખતે મંદિરના આંગણમાં સ્થિત દીપમાલાનુ મનમોહક દ્રશ્ય જોવા મળે છે. જેજુરી પોતાની પ્રાચીન દીપમાલા માટે ખૂબ જ જાણીતુ છે.

મંદિરને મુખ્ય બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. પહેલો ભાગ મંડપ કહેવાય છે, જ્યાં શ્રધ્ધાળુ એકત્ર થઈને પૂજા ભજન વગેરેમાં ભાગ લે છે. જ્યારે કે બીજો ભાગ ગર્ભગૃહ છે જ્યાં ખંડોબાની ચિત્તાકર્ષક પ્રતિભા વિદ્યમાન છે. હેમાડપંથી શેલીમાં બનેલ આ મંદિરમાં 10 x 12 ફીટ આકારનુ પીત્તળમાંથી બનેલો કાચબો પણ છે. મંદિરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હથિયાર મૂકવામાં આવ્યા છે. દશેરાના દિવસે તલવારને વધુ સમય માટે ઉઠાવવાની પ્રતિસ્પર્ધા પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.

જેજુરી ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્વનુ છે. કહેવાય છે કે શિવાજી એક લાંબા સમય પછી પોતાના પિતા શાહાજીને અહી મળ્યા હતા. અને પછી બંને મળીને મોગલો વિરુધ્ધ રણનીતિ તૈયાર કરી હતી. એ સમયે જેજુરી દક્ષિણિ શહેરનો એક મુખ્ય કિલ્લો હતો.
જેજુરી મધ્યપ્રદેશના હોલકર રાજવંશને પણ કુળદેવતા માનવામાં આવે છે. હિન્દુ કેલેંડર મુજબ ચૈત્ર, માર્ગશીર્ષ,પોષ અને મહા મહિનામાં અહી વિશેષ યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શન માટે જેજુરી આવે છે.

W.D
કેવી રીતે પહોંચશો ?

રોડ દ્વારા - જેજુરી પુનાથી 40 કિલોમીટરના અંતરે આવેલુ છે. પુનાથી કોઈ પણ બસ કે ટેક્સી દ્વારા જેજુરી પહોંચી શકાય છે.

રેલમાર્ગ - જેજુરી રેલવે સ્ટેશન પુના-મિરજ રેલવે માર્ગનુ એક સ્ટેશન છે.
વાયુમાર્ગ-નજીકનુ રેલવે સ્ટેશન પુનાની નજીક લગભગ 40 કિમીના અંતર પર આવેલુ છે.

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

વરસાદી મીમ્સ

જોક્સ ચંપલને મિક્સ

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

Show comments