Webdunia - Bharat's app for daily news and videos

Install App

“પાટીદાર અનામત” – પ્રભાવશાળી પરંતુ પરિપક્વ?

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (18:25 IST)
છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં અનામતનું મોજું ફરી વળ્યું છે ત્યારે આવો ગોષ્ટી કરીએ અનામત એટલે શું? અને તેનું વિસ્તૃત વિવરણની ચર્ચા.

પટેલ સમાજ જેની શરૂઆત ઇસ ૧૫૦૦ થી થઇ પટેલ શબ્દ સંભાળતા જ જમીન માલિક, ખેડૂત, વ્યાપારી અને ગામનો મુખીયો જ મનમાં આવે.પટેલ શબ્દ પાટીદારમાંથી લેવામાં આવ્યો છે. પટેલએ પટ શબ્દ અર્થાત જમીનનો ટુકડોમાંથી પટેલ જાતનું નિર્માણ થયું. જેના નામમાં જ જો શરૂઆતથી સમૃદ્ધી છાવતી હોય તો પછી એક નાનકડા અનામત માટે શું કરવા મરું મરું થવું ?

આઝાદીના સમયે પટેલો ખુબ સમૃદ્ધ હોવાના કારણે બંધારણના અનામતમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અનામતનો મતલબ પછાત જાતી જેનું સમાજમાં ઉચ્ચ દરજ્જો તેમજ માનમોભો જ નથી અને નાણાંકીય અછત વર્તાવતી જ્ઞાતિ જેને પગભર થવા માટે સરકારની મદદની મહદ અંશે જરૂર છે.અનામત ગુજરાતમાં ૪૮% જેટલું છે ત્યારે એ જ પ્રશ્ન ફરી સામે આવે છે કે શું પટેલોને ખરેખર અનામતની જરૂર છે?આવી જ રીતે જો બધી જ જ્ઞાતિ આનુ આંધળું અનુકરણ કરીને જો અંદોલન કરશે તો શું સમસ્યાનો ઉકેલ આવશે ખરો?


અનામતમાં સમાવેશ કરવા માટે સૌપ્રથમ તો તમારી જાતી/જ્ઞાતિ આર્થીક અને સામાજિક રીતે પછાત છે તે સાબિત કરવું.પોતાની જ્ઞાતિને બીજા લોકોની સામે નીચી પાડવી અને પછાતમાં ગણતરીમાં લાવવી એ શું સારી નિશાની છે? પાટીદારોને શાળા કોલેજોમાં એડ્મીશન અને નોકરીમાં તકલીફ પડતા હોવાના કારણ સાથે આ અંદોલનની શરૂઆત મેહસાણા ખાતેથી થઇ હતી.

ભારત માં બંધારણ પ્રમાણે જોઈએતો ૪૯% કરતા વધારે અનામત કરવું શક્ય નથી જેમાં તેની કોઈ જોગવાઈ નથી.એક ઉદાહરણથી સમજીએ તો ૧૦૦ બેઠકમાંથી વધુમાં વધુ ૪૯ બેઠક અનામત રાખી શકાય.હવે પાટીદારોનો અનામતમાં સમાવેશ થતો નથી ત્યારે ૫૧ બેઠકો પેર પોતાના પ્રભુત્વના મહત્વને બદલે પછાત જાતિની ૪૯ બેઠકો પણ પોતાના કબજે કરવાની આ જીદ મહાદ અંશે વ્યાજબી નથી.

પાટીદાર વિદ્યાર્થીને અન્યાય થવાના ઉદ્દેશથી જો એટલું વિશાલ અંદોલન અને સ્વયંભુ જનમેદની ઉભી થતી હોય તો તે સમયે વિદ્યાર્થીઓને તે ૫૧ બેઠક માંથી બની શકે તેટલી વધુ મેળવવાની અને સખત પરિશ્રમ કરવાની વાતો કરવાને બદલે પાટીદારને અનામતમાં સમાવેશ કરવાની આવી નીચ અને હલકી વિચારધારા પાટીદારના મોઢા પર મહદ અંશે શોભા આપતી નથી. ૫૧ બેઠકો લેવાના બદલે પોતાની જ્ઞાતિ ને ૪૯ બેઠકો વાડી કક્ષામાં મુકવાની વાતનું તથ્ય બહુ ધૂંધળું છે.અનામતની જીદ એ ખુદ પાટીદારની ગરીમાને લુણો લગાડતી છે.

પોતાની જ્ઞાતિને પછાત અને નીચ વર્ગમાં સમાવેશ કરવામાં જો વિવિધ સ્થળોએ આટલી જન મેદની ગાડરિયા પ્રવાહ માફક ઉભી થતી હોય તો શા માટે વિદ્યાર્થીઓને વધુ સમૃદ્ધ અને સુસજ્જ કરવા પાટીદારો પોતાના અખૂટ ફંડમાંથી અમુક રૂપિયાનો જે પછાત વિદ્યાર્થીઓ પાછળ વાપરીને તેમન પડતી મુશ્કેલીઓનું હલ માટે નથી કરતા? મેહનતનો કોઈ શોર્ટકટ હોતો નથી ત્યારે જો આટલી જનમેદની ભેગી કરીને લોકોને સખત મેહનત કરીને વધુ માર્કસ લાવીને ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના કરવામાં આવે તો તેનું ફળ અન કરતા અનેક ગણું વધારે સારું હોય છે.


કડવા અને લેઉવા ના જગડામાંથી પર રહીને જયારે આ અનામત અંદોલન માટે બંને પેટા જ્ઞાતિના લોકો ભેદભાવ ભૂલીને એક થયા છે જે આ અંદોલન ની ખુબ જ અગત્યનું અને હકારાત્મક પાસું છે.આવી એકતા એટલા વર્ષોમાં ક્યારેય નથી જોવા મળી ત્યારે હવે આગળના સમયમાં પાટીદાર નામથી જ ઓળખાવાનું જો પસંદ કરે તો આ અંદોલનને સફળ માનવું જોઈએ.આવી એકતા જો બીજા કામોમાં બતાવામાં આવે તો અનામત માંગવાની જરૂર તો વિચાર સુદ્ધાં પણ ના આવે.

મારું સ્પષ્ટપણે માનવું છે કે અનામત ની લડાઈ કરવા કરતા પાટીદાર દીકરા દીકરી માટે અદ્યતન સુવિધાઓ જો આજ પૈસામાંથી ઉભી કરવામાં આવે તો પેઢીઓ સુધી અનામતની જરૂર નથી.
અનામત ની આ રેલી કાઢીને આપણે પોતાના બાળકોને જ ગેરમાર્ગે સંચાર કરીએ છીએ.મેહનતના વિકલ્પ આપવા કરતા સખત પરિશ્રમ અને મેહનતથી કઈ રીતે આગળ આવવું તે શીખવવું જોઈએ.જેને દિલથી મેહનત કરવી જ છે તેને આ દેશમાં ક્યારેક અનામત નડતર રૂપ થયું નથી.અનામતના જોરે ગુજરાતની સ્થિતિ ખુબજ અસમંજસ ભરી થતી જાય છે. ઠેક ઠેકાણે તોફાનો ફાટી નીકળ્યા ઉપરાંત ખુબ જ ક્રુરતાથી આપણા પૈસાના જોરે જ સરકાર દ્વારા ઉભી કરેલી સંપતીને નુકસાન કરવું તે એક માનસિક વિકૃત છતી કરે છે.

શાંતિપૂર્ણ રેલીમાંથી આવું રૌદ્ર સ્વરૂપ એ અનામત જ નહિ દેશના ફલાક પર એક પાટીદારનાં ગૌરવ તેમજ માન પર ખુબજ હાની પહોચે છે ત્યારે આવો અનામતની માંગ કરવા કરતા આવો આજે સંકલ્પ કરીએ કે  દરેક પાટીદાર પોતાના પાટીદાર સમાજનો એક પણ નાગરિક પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુઓ થી વંચિત ના રહી જાય અને સુખી સંપન જીવન જીવે એ દિશા માં પોતાનો પ્રયાસ કરી પછાત જાતિની માંગ પાચળ ગાંડાતૂર બનવા કરતા પાટીદાર ને સ્વમાનભેર ઉચ્ચ દર્ર્જાનો ભરપુર મન મોભા વાળો બનવાની દિશામાં એક પગલું આગળ વધીને મારી આ પછાત સમાજથી એક પરીવાર્તાનશીલ સમાજમાં પરિવર્તન ની સમજને આવકારીએ. 


સૌજન્ય - જય મેરજા 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments