Biodata Maker

હાર્દિક વગર સમાધાન તૈયારી : મંત્રણાઓમાંથી પરિવાર બાકાત , એસપીએસની સૂચિત સમિતિમાંથી હાર્દિકનું નામ બાકાત , હાર્દિક જેલમાં ઉપવાસ શરૂ કર્યા

Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2016 (17:16 IST)
છેલ્લા 8 મહિનાથી ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ પહેલીવાર એકલો પડી ગયો હોય તેવું જણાય છે. ગુજરાત સરકાર સાથે પાટીદાર નેતાઓ સમાધાન માટે છેલ્લા બે દિવસથી વાતચીત ચલાવી રહ્યા છે અને તેમાંથી હાર્દિક સાથે છેડો ફાડવાના સ્પષ્ટ સંકેતો સામે આવી રહય છે .આ મંત્રાણામાં રાજદ્રોહના આરોપસર જેલમાં બંધ કેતન પટેલ ચિરાગ પટેલ અને દિનેશ પટેલના પિતાને હાજર રાખવામાં આવ્યા હતા પરંતુ હાર્દિક પેટેલનો પરિવાર બાકાર રહ્યો હતો. બુધવારે હાર્દિકની મંજૂરી વિના જ ઉમિયા સિસદર સંસ્થાના જેરામ પટેલ સરકાર સાથે મંત્રણાઓ કરી હતી. 
 
એ પછી ગુરૂવારે લાલજી પટેલના ગ્રુપે મુખ્યમંત્રીને સંબોધીને લખેલા એક પત્રમાં અનામતના ઉકેલ માટે 24 સભ્યોની સમિતિનું લીસ્ટ મંત્રણાઓ માટે સૂચિત કર્યું છે. જોવાની વાત છે કે સરકારે સાથે મંત્રાણાઓ માટેની સમિતીમાંથી હાર્દિક પટેલનું નામ કમી કરવામાં આવ્યું છે. 
 
હાર્દિક સાથે જેલમાં બંધ કેતન પટેલના લલિત પટેલ જણાવ્યું હતું કે હાર્દિક અમારી સાથે આવે તો ઠીક છે નહીતર તેને બાજુ પર મૂકીને પણ અમે ત્રણ પરિવાર સરકાર સાથે સમાધાન કરી લઈશું. 
 
આ સમગ્ર ઘટનાક્રમથી નારાજ હાર્દિક પટેલ દ્વારા સૂરતની લાજપોર જેલમાં જ અન્ન જળનો ત્યાગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે  . લાજપોર જેલના સૂત્રોએ પણ જણાવ્યું હતું કે હાર્દિક ગુરૂવાર સવારથી અન્નજળનો ત્યાગ કર્યો છે. જો કે હાર્દિક તરફી આગેવાનોએ દાવો કર્યો હતો કે તેણે અનશન ચાલુ કર્યા છે અને તેને એક બેરેકની અંદર એકલો રાખવામાં આવ્યો છે. પાસનો આક્ષેપ છે કે જેલમાં હાર્દિક પર અત્યાચાર કરાય છે અને તેના બોજનમાં કાંકરા અને પાણી ભેળવી દઈ તેની તબીયત બગડી જાય તેવા પ્રયત્નો થાય છે. પાસના હોદ્દેદારો ધાર્મિક માલવીયા લ લિત વસોયા ઉદય પટેલ નરેન્દ્ર પટેલ મનોજ પનારા રવિ પટેલ ગુરૂવારે સાંજે પાટીદારોને અપીલ કરતો એક પત્ર બહાર પાડ્યો છે. આ પત્રમાં તેમણે ગુજારાતો હોવાના આક્ષેપ કરાયા છે. 
 
જેલના નિયમ મુજબ ઉપવાસ પર બેઠેલા કેદીને પરિવાર કે વકીલ પણ મળી શકત નથી. આથી કરીને હાર્દિક કયાં કારણોસર પર ઉપવાસ પર બેઠો છે તેની સ્પષ્ટતા જેલના સત્તાવાળા દ્વારા કરવામાં આવી નથી ,ગુરૂવારે જેલ પર પાટીદાર અનામત આંદોલન સમિતિના કંવિનરો મળવા માટે લાજપોર જેલ ગયા હતા તેમને પણ મળવાની પરવાનગી આપી ન હતી. 
શુકરવ
હાર્દિક
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments