Dharma Sangrah

જાટોને અનામત મળશે તો પાટીદારને ક્યારે ? શુ પાટીદાર પણ જાટ આંદોલનની જેમ હિંસાનો રસ્તો અપનાવશે

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (17:30 IST)
હરિયાણામાં અનામતની માંગને લઇને ચાલી રહેલા જાટ આંદોલને દેશના ઘણા ભાગમાં લોકોમાં પોતાની માંગણીને સમર્થન આપવા અને નવો જોશ ભરી દીધો છે. ગુજરાતમાં પોતાના માટે અનામતની માંગણી કરી રહેલા પાટીદાર સમુદાયના યુવાઓની પણ આજ સ્‍થિતિ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા વરૂણ પટેલે આ સંબંધે સંકેત આપીને કહ્યુ કે, ‘અમારી ધીરજ હવે ખુટી રહી છે. એવુ લાગી રહ્યુ છે કે, સરકાર ઇચ્‍છે છે કે, અમે પણ જાટોનો રસ્‍તો અપનાવી લઇ. રાજય સરકારની સાથે વાતચીત કરવા માટે કોઇ હિંસક આંદોલનની જરૂરીયાત કેમ હોય છે ? જો કે વરૂણે એ પણ કહ્યુ કે, જાટ ભલે હિંસાનો રસ્‍તો અપનાવે, પરંતુ પાટીદાર ગુજરાતમાં એવુ કરવા માંગતા નથી.'   
 
વરૂણ પટેલે પાટીદારોના એક અન્‍ય સંગઠન સરદાર પટેલ ગ્રુપના નેતા લાલજી પટેલના નજીક માનવામાં આવે છે. તેઓએ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પીએએએસ અને એસપીજીને પાટીદાર સમાજના યુવાઓને શાંત રાખવા માટે સમજાવવામાં મુશ્‍કેલ થઇ રહી છે. તેઓએ કહ્યુ કે, રાજય સરકારનું વર્તન જોઇને યુવાઓને શાંતિ જાળવવાની અપીલ કરવાનુ મુશ્‍કેલ થઇ રહ્યુ છે. પાટીદાર યુવાનોને લાગી રહ્યુ છે કે, સરકારને ન અમારી માંગની ચિંતા છે, ન અમારા નેતાઓને જેલમાંથી મુકત કરવાની માંગને પણ ગંભીરતાથી લઇ રહ્યા છે. ઘણા પાટીદારોએ 15-15  દિવસ ઉપવાસ કર્યા પરંતુ ન સરકારે અને ન તેના પ્રતિનિધિઓએ અમારો સંપર્ક કરીને વાતચીત કરવાના પ્રયત્‍નો કર્યા છે. અમારા સમુદાયના યુવકોને લાગી રહ્યુ છે કે, ભુખ હડતાળ કરવાની કોઇ અસર સરકાર પર પડશે નહી.
 
   જયારે પુછવામાં આવ્‍યુ કે, શું પાટીદાર સમાજ પણ હરિયાણાના જાટ સમુદાયની જેમ સંઘર્ષનો રસ્‍તો અપનાવા માંગે છે. વરૂણે કહ્યુ, પાટીદાર તેનાથી ઘણુ વધારે કરવા સમર્થ છે. તેઓએ જણાવ્‍યુ કે, પાટીદાર સમાજના આશરે 100 લોકો ભુખ હડતાળમાં સામેલ થયા આ સિવાય અગાઉથી જ અંદાજે 400 પાટીદાર ગુજરાતભરમાં ભુખ હડતાળ કરી રહ્યા છે. તેના માટે પ્રખ્‍યાત પાટીદાર નેતા જેરામ વંસજાલિયાના નેતૃત્‍વમાં બનેલી સમિતિને જેલમાં બંધ પાટીદાર નેતાની મુકિત બાદ ભંગ કરવામાં આવશે.
   
  બીજીબાજુ સરકારની સાથે વાતચીત કરી રહેલા પાટીદાર નેતાઓને મુકત કરવાના પ્રયત્‍નોમાં લાગેલા પટેલ નેતા જેરામ વસંજાલિયાની એક ઓડિયો કિલપ વાયરલ થઇ છે તેમાં વંસજાલિયાને સંપુર્ણ રીતે એ દાવો કરીને સાંથળી શકાય છે કે, હાદિર્કના નજીકના ત્રણ સહયોગી ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ પટેલ જેલમાંથી છુટી જશે. જણાવીએ કે, વંસજાલિયા સિધ્‍ધર સ્‍થિતિ ઉમિયાધામના ટ્રસ્‍ટીઓમાં એક છે.    વધુમાં ઉમેર્યુ કે, સરકારે હાર્દિકને દોઢ મહિનાનો સમય આપ્‍યો છે. તેને આશ્વાસન આપ્‍યુ છે કે ન તો તેઓ અને ન પટેલ નેતા આ દરમ્‍યાન કંઇ કરશે. આ લડાઇ આખા રાજયની છે. કોઇ એક કુટુંબની નહિ તેથી જ સ્‍વાભાવિક છે કે સમય લાગશે. હરિયાણાના જાટ આંદોલનથી અમને ફાયદો થશે. જો હરિયાણા જાટ આરક્ષણ માટે તૈયાર થઇ જાય છે તો અમે અમારી માંગ વધુ આક્રમક બનાવીશુ એમ રાહ જોઇ રહ્યા છીએ કે તેનુ પરિણામ હકારાત્‍મક હશે.
 
   કેન્‍દ્રીય પ્રધાન રાજનાથસિંહે હરિયાણા ભાજપના નેતાઓ તથા જાટ આંદોલનના નેતાઓ સાથે યોજેલી બેઠક બાદ હરિયાણા વિધાનસભામાં જાટને ઓબીસીમાં સમાવવા માટે આગામી સત્રમાં ખરડો લાવવા જાહેરાત કરાઇ છે. વધુમાં કેન્‍દ્રીય નોકરીઓમાં પણ જાટને અનામત માટે કેન્‍દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુના વડપણ હેઠળ ખાસ કમીટી રચવાની જાહેરાત કરાઇ છે. આ જાહેરાતોને પગલે ગુજરાતમાં પણ સત્તા ભોગવતા ભાજપ દ્વારા ગુજરાતમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા કાર્યવાહી થશે કે કેમ તે મુદ્દો ગુજરાતના પાટીદારો, ઓબીસી તથા અન્‍ય તમામ વર્ગ જ્ઞાતિઓમાં ચર્ચાની એરણ પર છે.
 
   બીજી તરફ ભાજપના મજબૂત ગઢ સમાન ગુજરાતમાં ભાજપની મજબૂત વોટબેન્‍ક મનાતા રહેલા પટેલોના મત 12થી 16 ટકા છે. સ્‍થાનિક સ્‍વરાજયની પાછલી ચૂંટણીઓમાં પટેલોએ ભાજપને અનેક સ્‍થળોએ હરાવી તેમના રાજકીય પાવરનો પરચો પણ બતાવી દીધો છે. ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન વખતે હિંસા થઇ હતી અને તે સંદર્ભમાં થયેલાો રાજદ્રોહ સમિહતના કેસોને કારણે પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના યુવાનો હજુ પણ જેલમાં છે. ગુજરાત સરકાર અને પાટીદારો ગવચ્‍ચે સમાધાનના અનેક પ્રયાસ થયા છે, પરંતુ કોઇને કોઇ કારણોસર તેમાં વિધ્‍ન સર્જાતું રહે છે.  આ સંજોગોમાં હરિયાણા ભાજપી સત્તાધીશો જે ફટાફટ રીતે જાટ સમુદાય સમક્ષ મૂકયા તેમ હવે ગુજરાતમાં પણ પટેલ સમુદાયની માગણી આગળ ઝૂકે છે કે કેમ તેના પર સૌની નજર છે. હરિયાણાના ઘટનાક્રમથી પટેલોની આશા વધુ બળવત્તર બની છે તો ઓબીસી સહિતના સમુદાયો વધુ સચેત બન્‍યા છે. હરિયાણાના જાટ સમુદાયની માગણી સંતોષ્‍યા બાદ હવે ગુજરાત સહિતના રાજયોમાં આ પ્રકારની માગણીઓનો સામનો કરવાનું ભાજપ નેતાગીરી માટે મુશ્‍કેલી સાબિત થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
 
   પાસ કન્‍વીનરના આજથી ઉપવાસ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પ્રવકતા અને કન્‍વીર અતુલ પટેલે રવિવારે જાહેરાત કરી છે કે હાર્દિક પટેલ સહિત જેલમાં બંધ આંદોલનકારોની મુકિત ન થાય ત્‍યાં સુધી સોમવારથી બેમુદતી ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments