Festival Posters

ઓલિમ્પિક 2012 : પ્રેગનેંટ છે પણ દેશ માટે મેડલ જીતવાનો આત્મવિશ્વાસ

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2012 (17:28 IST)
P.R
આ વર્ષે લંડન ઓલિમ્પિકમાં એવી શૂટર ભાગ લઈ રહી છે જે કોઈ પણ મુકાબલા પહેલા પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે પોતાના બાળક સાથે વાત કરે છે. લોકોને અંચબામાં મૂકાઈ જાય તેવી વાત તો એ છે કે તે તેના પેટમાં રહેલા બાળક સાથે વાત કરે છે...મલેશિયાની નૂરી સૂરિયાની એક શૂટર છે અને તેનું લક્ષ્ય લંડન ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.

28 જુલાઈએ જ્યારે નૂરી લંડનમાં 10 મીટરની મહિવા એર રાઈફલ સ્પર્ધામાં ભાગ લેવા માટે મેદાન પર ઉતરશે પણ નૂરી બાકી મહિલા ખેલાડીઓથી અલગ છે. તે એક એથ્લિટ હોવાની સાથે-સાથે તે ગર્ભવતી પણ છે.

કોઈ આ મહિલા એથ્લિટને પાગલ કહે છે તો કોઈ માને છે કે તે સ્વાર્થી છે. પરંતુ નૂરી તમામ લોકોને નજરઅંદાજ કરી તેના લક્ષ્યાંક અને સપના પર ધ્યાન આપે છે.

નૂરીનું સપનું છે કે, 10મી મહિલા એર રાઈફલ સ્પર્ધામાં તે પોતાના દેશ મલેશિયાને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવશે.


તો શું ઓલિમ્પિકની તૈયારીયો પર નૂરીના ગર્ભવતી હોવાની અસર પડે છે. ત્રણ વર્ષ સેનામાં અધિકારી તરીકે ફજ બજાવી રહેલી નૂરીના કહેવા અનુસાર શરૂઆતમાં મોર્નિંગ લોક દરમિયાન તેને થોડી કમજોરીને અહેસાસ થતો હતો પરંતુ ત્યારબાદ ગર્ભવતી હોવાની તેની ટ્રેનિંગ પર કોઈ અસર પડી નથી. તેનાથી વિપરીત બેબી વંપ એટલે તે પેટનો ભાગ બહાર આવવાને કારણે તેને નિશાન લગાવતા દરમિયાન બેલેન્સમાં જાળવવામાં ફાયદો થાય છે.

નૂરીના કહેવા અનુસાર મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે નશાન લગાવતા સમયે શ્વાસ રોકવાનો હોય છે અને તેનું બાળક તે દરમિયાન અંદરથી લાગ મારે છે. તો તે પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે કોઈ પણ સ્પર્ધા પહેલા પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે વાત કરે છે.

આ નિડર શૂટર કોઈ પણ ટૂર્નામેન્ટ પહેલા તેના બાળકને કહે છે કે જો તારી માંનો મુકાબલો છે. તેમજ હું ઈચ્છું છું કે આ દરિમાન તું શાંત રહે. બાદમા તારે કોઈ ઉછળ કુદ કરવી હોય તો મને કઈં વાંધો નથી.

મલેશિયાના લોકોને નૂરીથી ઘણી આશાઓ છે. નૂરી એશિયાઈ રમતોત્સવ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments