Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજિંગ ઓલિમ્પિક-8ની રવિવારે પૂર્ણાહૂતિ

ચાર બરસ કે બાદ ઝલ્દી આના...

વેબ દુનિયા
શનિવાર, 23 ઑગસ્ટ 2008 (21:28 IST)
રમતોથી લઈને ખર્ચા સુધી નવાનવા વિશ્વવિક્રમ સર્જનાર બીજિંગ ઓલિમ્પિકની આજે રવિવારે પરંપરાગત રીતે પૂર્ણાહૂતિ થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે 8 મી ઓગસ્ટના રોજ ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ હતી. જેની પાછળ ચીને તેના આયોજન 161680 કરોડની જંગી રકમ ખર્ચી હતી. આ ઉપરાંત સ્ટેડિયમ, ખેલાડીઓ અને કલાકારોની સલામતી પાછળ 13,000 કરોડનો ખર્ચો કર્યો હતો.

વર્તમાન ઓલિમ્પિકમાં 28 રમતોની 302 સ્પર્ધાઓ થઈ હતી. તેમજ તેના માટે જુદાજુદા 37 સ્ટેડિયમની ફાળવણી કરવામાં આવી હતી.
PTIPTI


2012 ઓલિમ્પિક રમતોત્સવ લડંનમાં : આજે રવિવારે આના સમાપનની સાથે જ ઓલિમ્પિક ધ્વજને લંડને સોપી દેવામાં આવશે. જ્યા 2012માં ઓલિમ્પિક રમત મહોત્સવનું આયોજન કરવામાં આવશે. બાય બાય બીજિંગ અને નમસ્તે લંડનને લઈને પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ચાર વર્ષબાદ લંડનમાં યોજાનાર ઓલિમ્પિકની તૈયારીયો અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે.

લંડનમાં 27 મી જુલાઈથી 12મી ઓગષ્ટ 2012 સુધી ઓલિમ્પિકની પ્રાથમિક યોજનાની તૈયારી ચાલી રહી છે.આની સાથે જ લંડન આધૂનિક ઓલિમ્પિક રમતોત્સવનુ ત્રીજી વાર આયોજન કરનાર પ્રથમ શહેર બની જશે.

2012 ના ઓલિમ્પિકના આયોજન માટે દુનિયાના નવ શહેરોએ આવેદન પત્રો મોકલાવ્યા હતાં. તેમાથી પેરિસ અને લંડન વચ્ચે સ્પર્ધા જામી હતી. છઠ્ઠી જુલાઈ 2005ના રોજ ઈંટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સિંગાપુરમાં મળેલી બેઠકમાં લંડનને આયોજક દેશ માટેનો નિર્ણય લેવાયો હતો.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

ભૂંગળા બટેટા રેસીપી

નોકરાણીની સામે ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે મોટું નુકસાન.

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?

Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.

Show comments