Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પાઈસી ચિકન મસાલા

Webdunia
P.R
બનાવવાનો સમય 30 મિનિટ
કેટલા લોકો માટે - 4 - 5
મૈરીમેટ માટે સામગ્રી - 1/2 કિલો ચિકન કાપેલા પીસમા ં, 3 ચમચી દહી, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ '

પેસ્ટ બનાવવા માટે - 6-8 કાજુ, 4-6 ચમચી દૂધ, 1 ઈંચ તજ, 12 કઢી લીમડાના પાન, 3 લવિંગ

બાકીની સામગ્રી - 3-4 ચમચી તેલ, 2 મોટી ચમચી કાપેલી ડુંગળી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી ધાણજીરુ, 3/4 ચમચી કાળા મરીનો પાવડર, 1/4 ચમચી જીરા પાવડર, એક કપ સમારેલા લીલા ધાણા

બનાવવાની રીત - સૌ પહેલા ચિકનના ટુકડાન એ હળદર, મરચુ દહી અને મીઠુ લગાવીને 20 મિનિટ માટે મૈરીમેટ કરો. જ્યા સુધી ચિકન મૈરિમેટ થાય ત્યાં સુધી એક વાડકીમાં દૂધ અને કાજુની પેસ્ટ તૈયાર કરી લો. તજ, લવિંગ અને કઢી લીમડાને 1 મિનિટ માટે પૈનમાં રોસ્ટ કરો અને તેનો પાવડર બનાવી લો. એક વાસણમાં 1 1/2 ચમચી તેલ ગરમ કરો અને પછી તેમા સમારેલી ડુંગળી નાખી સોનેરી રંગનુ થતા સુધી સાંકળો. પછી તેમા આદુ-લસણની પેસ્ટ નાખો અને 4 મિનિટ માટે મધ્યમ તાપ પર સાંતળતા રહો.

હવે પેનમાં ધાણાજીરુ, જીરા પાવડર, કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરો. ત્યારબાદ પેનમાં કાપેલા ટામેટા નાખો અને ત્યાં સુધી થવા દો જ્યા સુધી તેમાંથી તેલ છુટુ ન પડે. પછી ગેસ બંધ કરો અને મસાલાને ઠંડો થવા દો. પછી આ પેસ્ટને મિક્સરમાં વાટી લો અને બાજુ પર મુકી દો. હવે એક ઊંડી કઢાઈ લો. દોઢ ચમચી તેલ નાખો અને તેમા મેરિનેટ કરેલ ચિકનના પીસ નાખી હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ મુકો. પછી ઢાંકણ બંધ કરીને અને તાપ ઓછો કરીને બીજીવાર તેને 5 મિનિટ માટે રંધાવા દો.

હવે તેને પેનમાં ચિકનની સસથે જ ગરમ મસાલાવાળી પેસ્ટ, કાજૂ પેસ્ટ અને તજ, લવિંગ અને કઢી લીમડાનો પાવડર નાખો. ગ્રેવી વધુ બનાવવા માટે તેમા 1 કપ પાણી પણ નાખો. જ્યા સુધી ચિકનના પીસ એકદમ નરમ ન થઈ જાય ત્યાં સુધી થવા દો. હવે તેમા સ્વાદમુજબ મીઠુ નાખો.

જ્યારે ચિકન તૈયાર થાય ત્યારે સમારેલી કોથમીરથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments