Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરબામાં ડોડિયું, ભાઈ ભાઈ તેમજ આંટીના સ્ટેપની સાથે સાથે અન્ય ઈનોવેટીવ સ્ટેપ પણ જોવા મળશે

Webdunia
P.R


નવરાત્રીમાં ખેલૈયાઓ પતઇ રાજા તેમજ નવ બ્રાઈડલ બનીને કપલ સાથે હે રંગલો જામ્યો તેમજ મસ્ત મિક્સ મ્યુઝિકના તાલે ગરબા ગાવા માટે નિકળી પડે છે. આ માટે તેઓ ચાર થી પાંચ મહિના પહેલા જ નવરાત્રીના નવ દિવસના અલગ અલગ સ્ટેપની તૈયારીઓ કરે છે સાથે કોસ્ચ્યૂમ માટે પહેલાથી જ પ્રિ પ્લાનિંગ કરીને રાખે છે. અમદાવાદમાં આ વર્ષે પણ કપલ રાધા કૃષ્ણની જોડીની જેમ નવરાત્રી માટે રાજસ્થાની તેમજ કચ્છી ભાતના કોસ્ટલી કેડીયા, ચણીયા ચોળી પર એસેસરીસ કરાવી, સાજ શણગાર સજી પાર્ટીપ્લોટમાં નિકળી પડશે. આ ગરબામાં ડોડિયું, ભાઈ ભાઈ તેમજ આંટીના સ્ટેપની સાથે સાથે અન્ય ઈનોવેટીવ સ્ટેપ પણ જોવા મળશે. ગુ્રપ, કપલ ડાન્સની અલગ મજા હોય છે. કપલ ડાન્સની અનોખી મસ્તી જોવા મળતી હોય છે. બસ તો શા માટે રાહ જોઇ રહ્યાં છો દરેક સ્ટેપ અનોખા છે.

કુણાલભાઈ અને તેમના વાઈફ પાયલબેન કહે છે કે, દર વર્ષે નવરાત્રી પહેલા તેના કોસ્ચ્યુમ માટે અમે ૫૦,૦૦૦થી પણ વધારે ખર્ચ કરીએ છીએ. બદલાતી ફેશન પ્રમાણે અમે દર વર્ષે કચ્છી ક્લોથમાં નવી એમરોડરી તેમજ નવો લૂક આપતી ડીઝાઈન તૈયાર કરીએ છીએ. નવરાત્રી માટે છ મહિના પહેલા જ પ્રિપરેશન શરૃ કરી દઈએ છીએ. આ નવ દિવસ દરમિયાન અમે ૩૬ જેટલા સ્ટેપ પર ગરબા ગાઈશું. સાથે કોસ્ચ્યુમના અનુરૃપ છત્રી પણ તૈયાર કરી છે. અમારા લગ્ન થયાના પહેલા જ વર્ષથી અમે સાથે ગરબા ગાઈએ છીએ. અમે દરેક વખતે કંઇક નવું જ કરવા ઇચ્છીએ છીએ. નવરાત્રી અમારા માટે ખાસ છે અમારો કપલ ડાન્સ જોઇને દરેક લોકોને મોંમાંથી વાહ કહેવાનું મન થઇ જાય છે.

શેની વ્યાસ અને હરિતા દેસાઈ કહે છે કે, અમે બન્ને નવરાત્રીના દોઢ મહિના પહેલાથી પ્રેક્ટિસ શરૃ કરી દઈએ છીએ. આ દરમિયાન અમે ગુજરાતી ગરબા, ડાંડીયા, માંડવી ઘળા પર અવનવા સ્ટેપ લઈએ છીએ. સાથે આ વર્ષે કઈક જૂના સ્ટેપમાંથી જ નવા સ્ટેપ તૈયાર કર્યા છે. અમારી સાથે અમારૃ ૨૮ જણનું ગુ્રપ પણ છે. જે દર વર્ષે અમારી સાથે કપલમાં ગરબા ગાય છે. અમારા રાજસ્થાની તેમજ કચ્છી ડ્રેસ નવરાત્રીના દોઢ મહિના અગાઉથી તૈયાર થઈ જાય છે. ત્યાર બાજ જરૃરિયાત મૂજબ તેમાં મોડીફાઈ પણ કરીએ છીએ. ગરબાની મજા કંઇક અલગ છે. દરેક નવા ગરબે નવા સ્ટેપ અમે લેતા હોઇએ છીએ. ગરબા અને વેસ્ટર્ન ઘણું મહત્વનું છે.

ભીમજીપુરામાં રહેતા મનીશા બેન તેમજ પિનાકીન શાહ કહે છે કે, અમે બન્ને આઠ વર્ષથી સાથે જ ગરબા ગાઈએ છીએ. નવરાત્રી માટે અગિયાર મહિના પહેલા જ કચ્છી ભાતના કેળીયાઓ તેમજ ચણીયાચોરીના કોસ્ચ્યુમ મંગાવી દિધા છે. જેમાં દૂરથી ચમકે તેવા આભલા, ટિક્કી, મોતી વર્ક તૈયાર કરાવડવ્યા છે.આ સાથે જ ઈનોવેટીવ સ્ટાઈલમાં કપલના ગુ્રપ સાથે તાલ મીલાવી શકે તેવા સૂરતી, લગાન, આંટી તેમજ ફાસ્ટ ડાંસ ટાઈપ સ્ટેપની સાથે સાથે આ વર્ષે નવા ગ્રાન્ડ મસ્તી, ફ્રી ડાંસ તેમજ બચ્ચન સ્ટેપ પર કપલ ડાંસ રમવા માટે તૈયારી કરી રહ્યાં છીએ. જે માટે અમારી પાંચ મહિના પહેલાથી તૈયારી ચાલું છે. કપલ સાથે હવામાં ડાંડીયા ઉછાળીને રમવાનો ઘણો આનંદ આવે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments