Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાના 51 શક્તિ પીઠ - માનસ દાક્ષાયણી કૈલાશ માનસરોવર તિબ્બત શક્તિપીઠ 9

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2023 (15:47 IST)
Manas Dakshayani Shakti Peeth
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
માનસ-દક્ષાયણી: તિબેટમાં કૈલાશ માનસરોવરના માનસા પાસે એક પથ્થરની શિલા પર માતાની ડાબી હથેળી પડી હતી. તેમની શક્તિ દાક્ષાયણી અને ભૈરવ અમર છે. એવું પણ કહેવાય છે કે અહીં માતાનો જમણો હાથ પડ્યો હતો.
 
કૈલાશ શક્તિપીઠ માનસરોવરનુ ગૌરવપૂર્ણ વર્ણન હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મગ્રંથોમાં મળે છે. અહી ખુદ શિવ હંસના રૂપમાં& વિહાર કરે છે. તિબ્બતી ધર્મગ્રંથ કંગરી કરછકમાં માનસરોવરની દેવી દોર્ગે ફાંગ્મોનો અહી નિવાસ કહેવાય છે. અહી ભગવાન દેમચોર્ગ, દેવી ફાંગ્મો સાથે નિત્ય વિહાર કરે છે.  આ લખાણમાં માનસરોવરને 'ત્સોમફમ' કહેવામાં આવે છે, જેની પાછળની માન્યતા એવી છે કે એક ભારતમાંથી મોટી માછલી  આવીને 'મફમ' કરતી તે તળાવમાં પ્રવેશી હતી. આ કારણે તેનુ નામ ત્સોમફમ પડી ગયુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

Kumbhakarna sleep - કુંભકર્ણની ઉંઘ

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments