Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

મારો પ્રિય તહેવાર નવરાત્રિ

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2023 (17:21 IST)
(મુદ્દા : 1 નવરાત્રિ એટલે શક્તિપૂજા 2. નવરાત્રિનું મહાત્મય 3. નવરાત્રિની ઉજવણી 4. નવરાત્રિના પલટાતા રંગઢંગ 5. સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી } 
 
પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે. 
 
જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. 
 
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં  શક્તિપૂજાનુ  ઘણુ મહત્વ પરંપરાથી ચાલ્યું આવે છે. અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી,જક્ષણી, ખોડિયાર રનાદે, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે , પરંતુ એમાં પ્રધાસર તો શક્તિપૂજાનો જ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે 'કુંભસ્થાપન' કરી  નવા દિવસે એની પૂજા-આરતી થાય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણાં કરવામાં આવે છે. 
 
નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહિ ગામડાઓમા પણ માંડવડી અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઈક લાઉડસ્પીકર દ્વાર બુલંદ અવાજે સુરીલા કંઠમા  ગરબાની સુરવલિ પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ હાથમાં ડાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે!  સંગીતનો સાથ હોય , ઢોલત્રાંસાનો નાદ હોય , ગવડાવનારા કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળાં આ દૃશ્ય જોનાર હોય પછી ઝીલનારાંને પોરસ ચડે એમાં શી નવાઈ ? 
 
શહેરોમાં તો હવે નવારાત્રિ મહોત્વસવે માઝા મૂકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી . શક્તિપૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળ મનોરજનનું સાધન  ! કોલિજિયન યુવકો અને યુવતીઓ છ્ડેચોક ડિસ્કો ડાંસ  કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં  આં પડેલી આ બધી વિકૃતિઓ સમે શું આંખમીચામણા જ કરવાના ?
 
શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને "ભેટકૂપનો  અને ડ્રો" નું એક મોટું કૌભાંડ શરૂ થાય છે તો બીજી બાજુ ગબ્બ્ર કે પાવાગઢની પ્રતિકૃતિરૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદઘાટન કરાવી , નવ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઉભી કરી લેવામાં આવે છે. 
 
વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે એ પણ એક નાટક  જ ખેલાય છે ને  ? 
 
જેમણે  શેરીઓઅમાં  કે પોળોમાં ગરબા ગાવાની મજા નથી આવતી તેઓ ગરબા ક્લબો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં, ટાઉનહોલ જાય છે વાહ રે ! ભાઈભક્તો ! ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જનશક્તિને ! પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો તે ક્યાં હયો ગયો એ જોવા માટે  કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે , કેમ ખરું ને !

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments